સ્ટ્રોબેરી ડોનટ (Strawberry Doughnut Recipe In Gujarati)

#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR4
Week 4
સ્ટ્રોબેરી ડોનટ (Strawberry Doughnut Recipe In Gujarati)
#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR4
Week 4
રાંધવાની સૂચનાઓ
- 1
ડોનટ બનાવવા માટે સૌ પ્રથમ મેંદાના લોટને ચાળી લો.
હવે દૂધને ગરમ કરી લો અને માખણને પણ મેલ્ટ કરી લો.
હવે લોટને મોટા વાસણમાં લઇને એમાં ખાંડ, ચપટી મીઠું, યીસ્ટ અને બટર મિક્સ કરી લો.
પછી આમાંએક ટીપું એસેન્સ અને હુંફાળુ દૂધ નાંખો અને સતત હલાવતા રહો.
મિક્સ કરેલા લોટને એક સાઇડ પાંચ મિનિટ સુધી સતત કુણવતા રહો જેથી કરીને સ્મુધ થાય. - 2
હવે આ લોટમાંથી લુઆ બનાવી લો.
પછી આમાંથી મોટી રોટલી ટાઇપ બનાવો. આમાંથી ડોનટ આકારમાં બનાવવાના છે
આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી હાર્ટ શેપ કુકી કટર ની મદદથી ડોનટ કરેલાની શીટ તૈયાર કરી લો.
તમે કોઇ બોટલના ઢાંકણની મદદથી પણ આ કરી શકો છો.
ડોનટનો શેપ આપતી વખતે જે લોટ નિકળે એને એક પ્લેટમાં લઇ લો.
તમે આ લોટનો બીજી વાર પણ ઉપયોગ કરી શકો છો.
આમ, એક પછી એક બધા ડોનટ તૈયાર કરી લો અને બધાને તેલથી ગ્રીસ કરી લો. - 3
આને એક કલાક માટે સાઇડમાં મુકી રાખો.
હવે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મુકો.
આમાં ડોનટ નાંખો અને તળી લો.
ત્યારબાદ ડોનટ્સને ટિશ્યુ પેપર પર મુકી દો.
પછી શુગર પાવડરથી કોટિંગ કરો - 4
હવે બ્રાઉન અને વ્હાઇટ ચોકલેટને એક પેનમાં અલગ અલગ મેલ્ટ કરી લો.
વ્હાઇટ ચોકલેટ માં કલર અને એસેન્સ ઉમેરી મિક્સ કરી લ્યો,
પછી આ ચોકલેટમાં ડોનટને ડિપ કરો અને પ્લેટમાં મુકી દો. ઉપર બ્રાઉન ચોકલેટ થી ડેકોરેટ કરો,પિન્ક ખાંડ હાર્ટ થી ડેકોરેટ કરો
તમે ચોકલેટ ચિપ્સ પણ નાંખી શકો છો.
તો તૈયાર છે સ્ટ્રોબેરી ચોકલેટ ડોનટ.
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (2)