ઉધિયું જૈન (Undhiyu Jain Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળા સિવાયના બધા શાકભાજીને 1/2 ચમચી મીઠું નાખી કુકરમાં બાફી લેવા. મુઠીયા માટે ઘઉંના લોટમાં મોણ મીઠું મરચું હળદર અને મેથી નાખી પાણીથી લોટ બાંધવો અને પાતળા મુઠીયા કરવા.
- 2
કેળાને પણ લાંબા સુધારવા અને કેળા અને મુઠીયા તળી લેવા. બાફેલા શાકમાંથી પાણી નિતારી લેવું. પછી તલ કોથમીર અને લીલા મરચાં, તજ લવિંગ સહેજ પાણી નાખીને મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ બનાવી.
- 3
પછી એક પેનમાં તેલ મૂકી તેમાં અજમો અને તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ નાખવી મીડીયમ તાપે બે મિનિટ તેને થવા દેવી પછી તેમાં ટામેટા ના પીસ મીઠું મરચું હળદર ધાણાજીરૂ, ગરમ મસાલો બધું ઉમેરી બાફેલા શાક નાખવા. કેળા પણ નાખી દેવા 1/2 ગ્લાસ પાણી અને ખાંડ ઉમેરવી કાજુ દ્રાક્ષ પણ નાખી દેવા.
- 4
પાંચેક મિનિટ ખતખધવા દેવું છેલ્લે તળેલા મુઠીયા નાખી સહેજ હલાવી ગેસ બંધ કરી દેવો પર કોથમીરથી ગાર્નિશિંગ કરવું. સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16746367










ટિપ્પણીઓ