ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મોસૌથી પહેલા ચોખા ને ૨૦ મિનિટ પાણી માં બોળી રાખવા તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો બાસમતી ચોખાને ૩ થી ૪ વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવા ને ગેસ ની ફ્રેમ મીડીયમ રાખો પાણી ઉકળવા લાગે એટલે તેમાં મીઠું ઉમેરી હલાવી લેવું
- 2
ત્યારબાદ તેમાં ચોખા ઉમેરી બધું બરાબર હલાવી ધીમા ગેસે ભાત થવા દેવો ૮ થી ૧૦ મિનિટ થાય એટલે ગેસ બંધ કરી દેવો ૯૦% ભાત કૂક કરવો ભાત ચારણી માં કાઢી ઠંડુ પાણી રેડી બાજુ પર મૂકી દેવો,
- 3
એક કઢાઈ લઈ તેને ગેસ પર મૂકી તેમાં તેલ ઉમેરવું ગેસની ફ્લેમ હાય રાખી તેમાં કાંદો ઉમેરી ૨ મિનિટ માટે સાંતળી લેવી આદુ, મરચા ને લસણની પેસ્ટ નાખી ૨ મિનિટ સાંતળો ગાજર મકાઈના દાણા ને ફણસી કુકરમાં એક સીટી વગાડી બાફી લેવું,
- 4
હવે તેમાં ગાજર, ફણસી, મકાઈના દાણા, કેપ્સીકમ નાખી પ મિનિટ માટે સાંતળી લેવું હવે તેમાં કોબીજ ઉમેરી ૨ મિનિટ માટે સાંતળી લેવું હવે તેમાં લીલી ડુંગળી ઉમેરી તેમાં સોયા સોસ,રેડ ચીલ્લી સોસ,મરી પાઉડર ને ફ્રાઇડ રાઈસ મસાલો ઉમેરી ૩ મિનિટ સાંતળો અને બનાવેલો ભાત તેમાં ઉમેરી બધું બરાબર હલાવી મિક્સ કરી લેવું તો તૈયાર છે ફ્રાઇડ રાઈસ સર્વ કરવા માટે આ રાઈસ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.
- 5
- 6
- 7
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ