વેજ થુકપા સૂપ (Veg Thukpa Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી ને લાંબા પાતળા સમારી લેવા...મશરૂમ ને સાફ કરીને તેને લાંબા સમારી લેવા...ત્યાર બાદ નૂડલ્સ ને બાફી લેવા...
- 2
ત્યાર બાદ એક લોયા મા તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં પેલા લસણ નાખી તેને હલાવતા રહેવું અને થોડું બ્રાઉન થઈ જાય એટલે ડુંગળી અને કોથમીર ના ડાળખાં નાખી ડુંગળી પારદર્શક થાય ત્યાં સુધી હલાવતા રહેવું...
- 3
ત્યાર બાદ તેમાં ટામેટા નાખવા અને પકવવા દેવા....ત્યાર બાદ તેમાં લીલુ મરચું અને ડ્રાય મસાલા નાખી દેવા અને હલાવી ને તેમાં ગરમ પાણી નાખવું....થોડું ઉકળે એટલે તેમાં ગાજર,કોબીજ,રેડ બેલ પેપર અને મશરૂમ નાખીને હલાવવું...
- 4
ત્યાર બાદ તેમાં સોયા સોસ અને મીઠું નાખી હલાવીને ઉકળવા દેવું...થોડી વાર ઉકળે એટલે તેમાં નૂડલ્સ નાખીને ગરમ ગરમ સૂપ સર્વ કરી શકાય....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16765059









ટિપ્પણીઓ (4)