મિક્સ દાળ અને ધંઉના ફાડાની ખીચડી (Mix Dal Wheat Fada Khichdi Recipe In Gujarati)

Tejal Vaidya @tejalvaidya
આપણા ગુજરાતીઓને ખીચડીમાં જે સંતોષ મળે એ સાત પકવાનમાં પણ ના મળે.ગુજ્જુ લવ્સ ખીચડી.😍
#WKR
મિક્સ દાળ અને ધંઉના ફાડાની ખીચડી (Mix Dal Wheat Fada Khichdi Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓને ખીચડીમાં જે સંતોષ મળે એ સાત પકવાનમાં પણ ના મળે.ગુજ્જુ લવ્સ ખીચડી.😍
#WKR
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ અને ધંઉના ફાડાને ભેગા કરીને ગરમ પાણીમાં ૧/૨ કલાક માટે પલાળી રાખો.બધુ શાકભાજી જીણુ સમારીને ધોઇને પાણી નીતારી લો.લસણ આદુ મરચાની પેસ્ટ રેડી રાખો.
- 2
કૂકરમાં મોટો ચમચો ઘી ગરમ કરીને તેમાં લસણ આદુ મરચાની પેસ્ટ સાંતળો. તેમાં બધા શાકભાજી નંખો. તેમાં મીઠું, મરચુ, હળદર, ધાણાજીરુ, ગરમ મસાલો નાંખો. બરાબર હલાવીને પલાળેલી દાળ અને ફાડા ઉમેરો. ૨ ચમચી અધકચરા વાટેલા શીંગદાણા નાંખો.૨ ચમચી આખા શીંગદાણા નાંખો.૧ વાટકો દાળ અને ફાડા હોય તો ૩ વાડકા પાણી નાંખવુ.
- 3
એક ઉભરો આવે પછી કૂકર બંધ કરીને ૩ વ્હિસલ વગાડો.કૂકર ઠંડુ પડે પછી ખોલીને ગરમા ગરમ ટેસ્ટી અને હેલ્ધી ખીચડી સઁવ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16765878

ટિપ્પણીઓ (2)