પાલક પનીર ફ્રેન્કી (Palak Paneer Frankie Recipe In Gujarati)

Noopur Alok Vaishnav @Noopur_221082
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ની મિક્સર માં પ્યુરી કરી લો. હવે ઘઉં ના લોટ માં મોણ, મીઠું નાખી પાલક ની પ્યુરી વડે લોટ બાંધી લો.15 મિનિટ રેસ્ટ આપવા મૂકી દો.
- 2
બીજી બાજુ કડાઈ માં તેલ લઇ જીરા નો વઘાર કરી આદુ મરચાં લસણ ની પેસ્ટ, તથા સમારેલી જીણી ડુંગળી નાખી સાંતળો. બધા મસાલા નાખી મિક્ષ કરો. ટમેટાઉમેરી નરમ થાય ત્યાં સુધી સાંતળો.
- 3
છેલ્લે પનીર ને ખમણી ને ઉમેરી મિક્ષ કરી નીચે ઉતારી લો. અને ઠંડુ થવા દો.
- 4
હવે લોટ માંથી ગોળ પરોઠા જેવું વણી તવા પર તેલ વડે બન્ને બાજુ શેકી લો.
- 5
હવે એક પરાંઠું લઇ તેની પર સોસ, ચટણી લગાવી ચીઝ સ્લાઈસ મુકો. તેના પર પનીર નું સ્ટફિંગ મુકો. ત્યારબાદ લાંબી ખમણેલી ડુંગળી અને કોબીજ પાથરી ચાટ મસાલા છાંટો. રોલ વાળી સર્વ કરો. ખૂબ જ હેલ્થી ફ્રેન્કી તૈયાર છે... અને રોલ વાળ્યા બાદ ફરી થી શેકવું હોય તો શેકી શકો છો.
- 6
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16784397

















ટિપ્પણીઓ