મેથી મલાઈ પનીર (Methi Malai Paneer Recipe In Gujarati)

Week 2
#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#Cookpadgujarati
#Cookpadindia
#ishakazaika
આ એક કાશ્મીરી સ્ટાઈલ પંજાબી સબ્જી છે જે વ્હાઇટ ગ્રેવીમાં બનાવવામાં આવે છે અને એકદમ રીચ અને ટેસ્ટી હોય છે.
મેથી મલાઈ પનીર (Methi Malai Paneer Recipe In Gujarati)
Week 2
#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#Cookpadgujarati
#Cookpadindia
#ishakazaika
આ એક કાશ્મીરી સ્ટાઈલ પંજાબી સબ્જી છે જે વ્હાઇટ ગ્રેવીમાં બનાવવામાં આવે છે અને એકદમ રીચ અને ટેસ્ટી હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં સમારેલાં ડુંગળી, મરચાં અને કાજુ લો તેમાં 1 ગ્લાસ પાણી એડ કરી પાણી બળી જાય ત્યાં સુધી ધીમા ગેસ પર ગરમ કરો ત્યારબાદ ઠંડુ કરી એક મિક્સર જારમાં એડ કરો તેમાં 1 કપ પાણી ઇલાયચી અને લવિંગ એડ કરી બધું ક્રશ કરો.
- 2
હવે બીજી પેનમાં થોડું તેલ લઇ પનીર નાં ટુકડાં એડ કરો તેમાં થોડી હિંગ અને લાલ મરચું પાઉડર નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો હવે ગરમ પાણી માં પનીર ને નાખી થોડીવાર રેહવા દો.(ગરમ પાણીમાં રાખવાથી પનીર સોફ્ટ રહશે)
- 3
હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં બારીક સમારેલી મેથી સાતડો પાણી બળી જાય ત્યાર બાદ તેને સાઈડ પર કરી થોડું બટર ઉમેરો તેમાં બારીક સમારેલું લસણ અને આદું સાતડો ત્યારબાદ ઝીણાં સમારેલાં લીલાં મરચાં,મીઠું, લલમરચું પાઉડર, સફેદ મરચું પાઉડર,ખાંડ અને એક તમાલપત્ર એડ કરો 2 મિનિટ કુક કરો.
- 4
ત્યારબાદ તૈયાર કરેલી કાજુ ની પેસ્ટ એડ કરો અને 2 મિનીટ સતત હલાવતા રહો અને કુક કરો. ત્યારબાદ કસુરી મેથી પંજાબી ગરમ મસાલો અને પાણી એડ કરી ફરીથી 1 મિનિટ કુક કરો ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી પછી તેમાં દહીં એડ કરો અને મિક્સ કરો.(દહીં નાખ્યા બાદ હાઇ ફ્લેમ પર સતત હલાવતા રહો નહિ દહીં ફાટી જશે) જરૂર જણાય તો થોડું પાણી એડ કરો અને ગ્રેવી ને કુક કરો.છેલ્લે પાણીમાંથી નિતારી ને પનીર અને પાણીમાં ઘોળેલું કેશર એડ કરી મિક્સ કરો 30 સેકન્ડ કુક કરો.
- 5
હવે સર્વિંગ બાઉલમાં લઈ ક્રીમ અને કેશર થી ગાર્નિશ કરી સર્વ કરો.
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (4)