છોલે વીથ મસાલા પૂરી (Chhole With Masala Poori Recipe In Gujarati)

#SN2
#Vasantmasala
#aaynacookeryclub
#Week2
#cookpad
#cookpadindia
#cookpadgujarati
♦️પંજાબની સ્પેશિયલ સૌથી વધુ વખણાતી રેસીપી છોલે પૂરી પુરા દેશમાં પ્રખ્યાત છે. એવું લાગે છે કે જાણે છોલે પૂરી રાષ્ટ્રીય ભોજન બની ગયું છે. આંતરરાષ્ટ્રીય રેસ્ટોરન્ટમાં પણ છોલે પૂરી એ પોતાનું સ્થાન લઈ લીધું છે.
♦️ટીપ : ડુંગળી ક્રશ કરતી વખતે ૫-૭ બાફેલા ચણા તેમાં નાખવા.છોલે ઘટ્ટ રસાદાર બનશે.
♦️જો તમે છોલે ચણા ડાર્ક બ્રાઉન રંગના બનાવવા માંગતા હોય તો બાફતી વખતે તેમાં ટી બેગ મુકવી.

રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી : છોલે ચણા ને ધોઈ અને સાત કલાક માટે પાણીમાં પલાળી રાખવા. સાત કલાક બાદ ચણા માંથી બધું જ પાણી નિતારી લેવું.
હવે કુકરમાં બે ગ્લાસ પાણી ઉકળવા મૂકો. તેમાં તમાલપત્ર, તજ, લવિંગ, બાદિયા નાખો. ઉકળતા પાણીમાં ચણા નાખી અને બાફી લો. ૪ સીટી વગાડવી. કુકર ઠંડુ પડે ત્યાં સુધી પુરીનો લોટ બાંધી લેવો. ઘઉંના લોટમાં સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા તથા તેલ નાખી અને પુરીનો કઠણ લોટ બાંધી લેવો. તેને ઢાંકી અને મૂકી રાખો. - 2
હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં,તમાલપત્ર, તજનો ટુકડો નાખી સાંતળી લો. હવે તેમાં ક્રશ કરેલ ડુંગળી એડ કરો. થોડી બ્રાઉનિશ થાય ત્યાં સુધી સાંતળી લો. હવે તેમાં લીલા મરચાં તથા આદુનું છીણ નાખી અને ટોમેટો પ્યુરી એડ કરો.
- 3
ગેસની મીડિયમ ફ્લેમ પર હલાવતા રહો. ટામેટા મેસી થાય, તેમાંથી તેલ છૂટે અને ગ્રેવી નો કલર એકદમ સરસ આવવા માંડે ત્યાં સુધી હલાવતા રહો. હવે તેમાં વસંત હિંગ એડ કરો.
- 4
સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા તથા વસંત ગરમ મસાલો, મીઠું એડ કરો.
- 5
બધું જ બરાબર મિક્સ કરી લેવું. હવે બાફેલા છોલે તેના પાણી સાથે જ ગ્રેવી માં એડ કરો. ગેસની મીડિયમ ફ્લેમ પર પાંચ થી છ મિનિટ સુધી કુક થવા દો. ત્યાં સુધીમાં તમામ મસાલાની ફ્લેવર છોલે એબ્સોર્બ કરી લેશે. ઘટ્ટ રસાદાર, ફ્લેવરફુલ તૈયાર થઈ જશે.આ સ્ટેજ ઉપર તેમાં એક ટીસ્પૂન ઘી નાખો. મિક્સ કરી ગેસ ઓફ કરી દેવો. તૈયાર થઈ ગયા ટેસ્ટી છોલે!
- 6
હવે પૂરી ના લોટ ને મસળી અને સ્મૂધ કરી લેવો. એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ મૂકો. મીડીયમ સાઈઝની પૂરી વણો. તેલ બરાબર ગરમ થાય એટલે પૂરી તળી લેવી.ગરમા ગરમ છોલે અને મસાલા પૂરી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)