દાલ પકવાન બાઇટ્સ જૈન (Dal Pakwan Bites Jain Recipe In Gujarati)

#SN1
#VASANTMASALA
#aaynacookeryclub
#STARTER
#BITES
#MASALEDAR
#COOKPADINDIA
#COOKPADGUJRATI
મેં અહીં સિન્ધ પ્રાંત ની, સિન્ધીઓ ની પ્રખ્યાત વાનગી દાલ પકવાનને બાઇટ્સ ના સ્વરૂપે તૈયાર કરી તેને સ્ટાર્ટર ના સ્વરૂપે રજુ કરેલ છે. આ વાનગી બનાવવા માટે ઘરમાં પડેલી સામગ્રી અને રોજિંદા મસાલા નો ઉપયોગ કરીને તૈયાર કરી શકાય છે. મેં અહીં પકવાન નાં બાઇટ્સ બનાવી ને તેને સ્ટાર્ટર ના ફોર્મ માં તૈયાર કરેલ છે. આ વાનગી સ્વાદમાં ખાટી મીઠી અને તીખી એકદમ ચટાકેદાર હોય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળને ધોઈને એક કલાક માટે પલાળી રાખો પછી તેમાં ચપટી મીઠું અને હળદર ઉમેરી બે વિસલ થી પ્રેશર કુકરમાં બાફી લો. એક કડાઈમાં તેલનો વઘાર મૂકી તેમાં જીરું અને હિંગ ઉમેરો પછી તેમાં લીલું મરચું, હળદર, લાલ મરચું પાઉડર, છીણેલું ટામેટુ, બાફેલી દાળ ઉમેરીને પછી મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી બે કપ પાણી ઉમેરો.
- 2
બરાબર ઉભરો આવી જાય અને બધા મસાલા મિક્સ થઈ જાય એટલે તેમાં ગરમ મસાલો અને આમચૂર પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી બે થી ત્રણ મિનિટ માટે કુક કરી લો.
- 3
એક તાસમાં બંને લોટ ચાળીને લઈ લો. પછી તેમાં રવો,અજમો, જીરું અને મરી ઉમેરી ગરમ તેલ નું તેમાં મુઠી પડતું મોણ નાખી, તેમાંથી કણેક તૈયાર કરી એક સરખા મોટા લૂઆ કરી તેમાંથી મોટી પૂરી વણી લો.
- 4
હવે તેમાં ચપ્પાની મદદથી કાપા કરી ફોટા ના બતાવ્યા પ્રમાણે તેના બાઈટ કટ કરી લો. ગરમ તેલમાં ક્રિસ્પી થાય તે રીતે ધીમા થી મધ્યમ તાપે પકવાનના બાઇટ્સ તળી લો.
- 5
તૈયાર બાઈક્સ ને સર્વિસમાં લઈ ઉપરથી ચણાની દાળ ઉમેરી બંને ચટણી સમારેલા કાકડી ટામેટા કોથમીર ઝીણી સેવ વગેરે ભરાવો.
- 6
તો તૈયાર છે સ્ટાર્ટર માટે એક ટ્રેડિશનલ વાનગી જેને મેં બાઇટ્સ નું સ્વરૂપ અહીં આપ્યું છે.
જે સ્વાદમાં એકદમ ચટાકેદાર છે.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)