હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા વટાણા ને ગરમ પાણી માં બાફી લો પછી તેમાં પાલક ની ભાજી સમારી ને ધોઇ ને થોડી વાર રાખી દો અને નીતારી લો. બટાકા ને બાફી લો અને ઠંડા થાય એટલે મેશ કરી લો.
- 2
હવે પેન માં ઘી મુકો ગરમ થાય એટલે લીલા વટાણા, લીલા મરચાં, કેપ્સીકમ,ધાણાભાજી નાંખી સાંતળો પછી તેમાં પાલક ની ભાજી નાંખી સાંતળો પછી બધું ઠંડું થવા મૂકો
- 3
પછી મિક્ષર માં ક્રશ કરી લો અને મીઠું, હળદર, ચણા નો લોટ, પૌવાં પાઉડર,બટાકા નો માવો નાંખી તેલ વાળો હાથ કરી ડો તૈયાર કરો અને ટીકકી નો શેઇપ આપી વચ્ચે કાજૂ મૂકી બધા હરાભરા કબાબ તૈયાર કરી લો.
- 4
આ બધા હરાભરા કબાબ ને તેલ મૂકી પેન માં શેલો ફ્રાય કરો.
આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હરાભરા કબાબ ને પીરસો અને જમો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16805224













ટિપ્પણીઓ (4)