રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તાંસળામાં લોટ ચાળી લો. હવે તેમાં હળદર, મરચું, મીઠું, હિંગ, જીરું, તેલ અને સોડા ઉમેરી મસળી લો. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધી લો. પાછી દસ મિનિટ સુધી લોટ ઢાંકી રાખો. લોટના નાના નાના લુવા લઈ તેની ઢોકળી વાળી લો.
- 2
હવે કુકરમાં પાણી લઈ તેમાં પાપડી, વાટેલા લીલા મરચા હળદર હિંગ અને મીઠું ઉમેરી પાણીને ઉકળવા દો.
- 3
પાણી બરાબર ઉડી જાય એટલે તેમાં એક એક કરીને ઢોકળી નાખતા જાઓ. ઢોકળી નંખાઈ જાય એટલે કુકરનું ઢાંકણ બંધ કરી બે સીટી બોલાવી લો.
- 4
હવે કુકર ઠંડુ પડે એટલે તેમાં વઘાર કરવા માટે એક વઘારીયામાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં અજમો, વાટેલું લસણ મરચું ઉમેરી ઢોકળીમાં વઘાર કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16823402










ટિપ્પણીઓ (3)