રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં પાણી ગરમ થાય એટલે સોયા ચંકસ ને ૧૦ મિનિટ માટે બાફી ને ઠંડા પડે એટલે મિક્સર જારમાં અધકચરા વાટી લો.
- 2
વટાણાં ને બાફી લો. ડુંગળી, ટામેટાં ઝીણાં સમારી લો. લસણ ને જીણું સમારી લો.બધી સામગ્રી તૈયાર કરી લો. એક કડાઈમાં તેલ મૂકી હિંગ નાખી તમાલપત્ર અને ડુંગળી લાલ રંગ ની થાય ત્યાં સુધી ફ્રાય કરો.પછી તેમાં લસણ અને આદું મરચાં પેસ્ટ અને સમારેલાં ટામેટાં નાખી ફ્રાય કરો
- 3
બધું બરાબર ફ્રાય થઈ જાય એટલે બધા મસાલા અને મીઠું નાખી ને લીલા વટાણાં સાંતળવા.પછી ક્રશ કરેલા સોયા ચંક્સ અને આદું ની કતરણ, લીલાં મરચા નાખી દેવા
- 4
થોડી વાર ફુલ ગેસ પર ફ્રાય કરી.. લાસ્ટ માં કસુરી મેથી અને કોથમીર નાખી લીંબૂ નો રસ નાખી દો
- 5
રોટલી, પરાઠા અને બ્રેડ સાથે ગરમા ગરમ સર્વ કરો. તૈયાર છે સોયા કીમા સબ્જી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16896811


















ટિપ્પણીઓ (2)