રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણ માં મગ ને ચોખા ને એક રાત માટે પલાળી ને સવારે નિતારી ને વાટી લો. બધું ભેગું કરી લગભગ ૧ કપ પાણી ઉમેરી ને ગોળ ઓગળે ત્યાં સુધી અથવા ખીરું સરળતા થી ફરે ત્યાં સુધી હલાવું. એક બાજુ મૂકવું. પતરા ના પાન ને ધોઈ ને સૂકા કરી લેવા. હવે તેની રગ કાઢી ને સાફ કરી લો.
- 2
આછો લીલો ભાગ ઉપર ની તરફ એટલે કે તમારી તરફ હોઈ એમ નીચે પાથરો. તેના પર તૈયાર કરેલું મિશ્રણ ચોપડો. તેની ઉપર બીજું પાન, પેહલા પાન ની વિરૃદ્ધ દિશા માં મૂકી ને મિશ્રણ ચોપડી લેવું. આ ક્રિયા ૩ પાન સુધી કરવી પછી પેહલા પાન ને ૧"જેટલું કિનારી ઓ વાળવી. તેમજ બીજા ને ત્રીજા પાન ને પણ ૧" જેટલું કિનારી ઓ વાળી લેવી. વાળતી વખતે મિશ્રણ ચોપડતા જવું જેથી પાન ખુલી ના જાય.
- 3
મિશ્રણ ચોપડતા જવું ને તેનો રોલ વાળી લો. બીજા પાન ના પણ રોલ વાળી લો ને બધા જમા કરો.બધા રોલ ને એક તેલ ચોપડેલી ચારણી માં સ્ટીમ કરવા સ્ટીમર ૨૦-૨૫ મિનિટ માટે મૂકી દો. ઠંડા થાય એટલે તેના જસ પૈતાં કાપી લો. એક કઢાઈ માં તેલ ગરમ મૂકી તેમાં રાય તતડે એટલે તલ ને હિંગ ઉમેરી ને મધ્યમ તાપે સાંતળી લો.
- 4
હવે તેમાં પાત્રા ના પૈતાં ઉમેરી ને હળવા હાથે સાંતળી લો. ઉપર થી કોથમીર ને ખમણેલું કોપરું છાંટી ને તરત ગરમ પીરસો.
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ