પનીર ભુરજી પીઝા
#5th week
#goldenapron
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ના નાના નાના ચોરસ ટુકડા કરી લેવા. પછી તેમાં ચપટી મીઠું, 1/4 તેલ અને 1/2 ચમચી પીરી પીરી મસાલો નાખી બધુ બરાબર મિક્સ કરીને તેને સેટ થવા સાઈડમાં મુકી દેવાનુ.
- 2
હવે ડુંગળી અને કેપસીકમ ની લાંબી અને પાતળી સમારી લેવા. ટામેટા ને ઝીણા સમારી લેવા. હવે બાઉલમા કેપ્સીકમ લઈ 3-4 ટીપા તેલ નાખી 30 સેકઁડ માટે માઈકોવેવ મા ગરમ કરવુ પછી ડુંગળી અને ટમેટા ને નાખી ફરી થી 30 સેકન્ડ માઈકોવેવ કરી ગરમ કરવુ અને તેમાં હવે સાઈડ મા રાખેલુ પનીર નાખી 1 મીનીટ માટે ફરીથી માઈકોવેવ કરી લેવુ. (આ રીત થી ગેસ પર પણ કરી શકાય)
- 3
હવે આપણે પીઝા બેઝ પર પીઝા સોસ લગાવીને તેના પર ખમણેલી ચીઝ પાથરી દેવાની પછી તેના પર તૈયાર કરેલું પનીર પાથરી દેવાનુ પછી એના પર ધાણા ભભરાવી અને પછી હાઈ મોડ પર 2 મીનીટ માટે માઈકોવેવ કરવાનો. બહાર કાઢી તેના પર રેડ ચીલી ફલેકસ અને મીકસ હબઁ નાખી સવઁ કરો.
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ