ભરેલી દુધીનુ શાક
Goldenapron
#9th week
રાંધવાની સૂચનાઓ
- 1
દુધી ની છાલ ઉતારી તેના ઝાડા ગોળ કટકા કરી લેવા. પછી તેમાંથી થોડો દુધીનો ભાગ વચ્ચેથી કાઢી લેવો. નીચે થી કાણુ ના પડે એ ખાસ ધ્યાન રાખવુ.
- 2
હવે મસાલા ભરવા માટે ના બધા જ મસાલા બરાબર મિક્સ કરી લેવાના. બધા મિકસ મસાલા ને દુધીમાં ભરી લેવા. થોડો મસાલો દબાવી ને ભરવો. જેથી છુટો ના પડી જાય.
- 3
નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થયા પછી તૈયાર દુધીને એમાં શેલો ફા્ય કરી લો. ગેસને મીડીયમ રાખવો. ડીપ ફા્ય નથી કરવાનુ.
- 4
ટામેટા અને દુધીનો જે વચ્ચેનો ભાગ નીકાળીયો હતો એને મીકસરમાં મીકસ કરો. નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરી. વાટેલુ લસણ અને ચપટી હીંગ નાખી આ ગે્વી ને નાખી સાતળો. તેલ છુટુ પડે એટલે તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું નાખી થોડીવાર ઢાંકીને ચડવા દો.
- 5
હવે શેલો ફા્ય કરેલી દુધીને સાચવીને એક પછી એક ગે્વીમા ગોઠવો અને એકદમ ધીમા ગેસ પર ઢાંકીને 10 થી 15 મીનીટ ચડવા દો. નોન સ્ટિક કડાઈ લેવી વધારે સારી.શાક ચોટશે નહી.
- 6
તો તૈયાર છે ભરેલી દુધીનુ શાક. પીરસવા ટાઈમે કોથમીર અને ટોપરાના છીણ થી ગા્નીઁશ કરો.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ