હરિયાલી સોયા ચન્ક્સ ટીકા

સોયાબીન માં ૧૦૦ ગ્રામમાં ૫૦ ગ્રામ પ્રોટીન હોય છે અને દહીં ગરમીમાં ઠંડક આપે છે અને પાચન માટે ફાયદાકારક તેમજ કેલ્સિયમ માટે અને એમ્યુનીટી વધારવા મદદ કરે છે. ટીકાની જેમ ખાવાથી ખુબજ સ્વાદિષ્ટ લાગેછે. #foodie

રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં પાણી ઉકાળી તેમાં સોયા ચન્ક્સ બાફી લેવા. ઠંડા થાય પછી તેને દબાવી પાણી કાઢી લેવું.
- 2
એક બાઉલમાં ફુદીનાના પાન, આદુ લસણ ની પેસ્ટ, લીંબુનો રસ, ધાણા-જીરું પાવડર, પાલકની પેસ્ટ, ચાટ મસાલા, પાણી નીતારેલું દહીં, મરી પાવડર, મીઠું, લીલા મરચાં, કોથમીર ફુદીનાની પેસ્ટ, પાલકની પેસ્ટ નાખી બધું બરાબર મિક્સ કરી લેવું.
- 3
તૈયાર કરેલા ડ્રેસીંગમાં સોયા ચન્ક્સ નાખી મિક્ષ કરી લેવું અને ૧૫ મીનીટ માટે મેરીનેટ થવા રાખવું.
- 4
૧૫ મીનીટ પછી એક પલાળેલી સ્ટીકમાં પેલા ડુંગળી, સોયા ચન્ક્સ પછી પીળું કેપ્સીકમ એમ લાઈનમાં ભરાવી આખી સ્ટીક ભરી દેવી.
- 5
પછી એક ગ્રીલર કડાઈને તેલથી ગ્રીસ કરી સ્ટીકમાં તૈયાર કરેલ ટીકા ગ્રીલ કરી ઉપર થી લીંબુનો રસ નાખી સર્વે કરવું.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ