રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ને ચોપર માં ઝીણું ચોપ કરી તેમાં પીરી પીરી મસાલો અને સમારેલ કોથમીર નાખી બધુ બરાબર મિક્સ કરી ને તેને સાઈડમાં રાખો.
- 2
હવે કોબી, કેપ્સીકમ, ટામેટા, ડુંગળી અને મકાઈ બધુ મીકસ કરી તેમાં મીઠું, મરી પાવડર અને માયોનીઝ નાખી બધુ બરાબર મિક્સ કરી લેવાનુ.
- 3
હવે પાઉંના વચ્ચે ભાગમાંથી થોડો ભાગ કાઢી લેવો. ધ્યાન રાખવું પાઉં તુટે નહી. એમાં બટર લગાવો. પછી તેમાં મસાલો પૂરો અને પછી તેના પર બનાવેલૂ પનીર નાખો.
- 4
હવે છેલ્લે ચીઝ પાથરો. અને માઈકો્વેવ માં 3 થી 4 મીનીટ માટે હાઈ ટેમ્પરેચર માં બેક કરો. ગેસ પર પણ બનાવી શકાય. નોન સ્ટિક લોઢીમાં ધીમાં ગેસ પર ગરમ કરવા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8886643












ટિપ્પણીઓ