મસાલા ભીંડી
#પંજાબી રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડીને મનગમતા શેપ માં કટ કરી લેવા. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થયા પછી તેમા બધા કટ કરેલા ભીંડી ને ડીપ ફા્ય કરવા.
- 2
હવે ડુંગળી, ટામેટા, લીલુ મરચું અને લસણ બધાની ગે્વી બનાવી લેવી. એક અલગ વાટકીમા રસોઈ મેજીક નો પનીર ભુરજી મસાલા મા અડધી વાટકી દુધ અથવા પાણી નાખી મીકસ કરી સાઈડમાં રાખો.
- 3
હવે એક કડાઈમાં 1 ચમચી તેલ ગરમ કરી તેમા હીંગ નાખી ટમેટા ડુંગળી ની ગે્વીને સાંતળી લો તેલ છુટુ પડે પછી એમાં પનીર ભુરજીની તૈયાર કરેલી ગે્વી ને સાંતળી લેવી. હવે તેમાં મીઠું, મરચું, હળદર અને ગરમ મસાલો નાંખીને બરાબર મિક્સ કરી લેવાનુ. હવે તેમાં ફા્ય કરેલી ભીંડી નાખી બધુ બરાબર મિક્સ કરી છેલ્લે ટોપરાનું છીણ નાખી બધુ બરાબર મિક્સ કરી લેવાનુ. તો તૈયાર છે મસાલા ભીંડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8967569









ટિપ્પણીઓ