બે્ડ પનીર રોલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં પનીર, ચીઝ, કેપ્સિકમ અને બધા મસાલા બરાબર મિક્સ કરી લેવાના. પછી તૈયાર પનીર મસાલા ના નાના નાના રોલ બનાવી લેવા.
- 2
બધી બે્ડ ને એકદમ પાતળી વણી લેવી. હવે તેના પર અડધા ભાગમાં લીલી ચટણી અને બાકીના અડધા ભાગમાં લસણની ચટણી લગાવી ને તેમાં પનીરના રોલ મુકી બે્ડ રોલ વાળી લેવા. ધ્યાન રાખવું કે રોલ ટાઈટ જ વળે.
- 3
2 થી 3 મીનીટ રોલ ને રેસ્ટ આપ્યા પછી એક નોનસ્ટિક તવીમાં ઘી અથવા બટર લગાવી બે્ડ રોલને બધી બાજુ ગોલ્ડન કલરના શેકી લેવાના. તો તૈયાર છે બે્ડ પનીર રોલ. સોસ સાથે ગરમ ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9127619











ટિપ્પણીઓ