વરમેસેલી ઊપમા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરી તેમા વરમેસેલી ને ધીમા ગેસ પર શેકી લો. બીજી બાજુ એક વાસણમાં પાણી ગરમ કરવુ. હવે વરમેસેલી ગરમ પાણીમાં નાખી બાફી લેવી. 3 મિનિટમાં બફાઈ જશે. વરમેસેલી બફાઈ જાય એટલે પાણી નીતારી લેવું.
- 2
એક નોનસ્ટિક કડાઈમાં 4 ચમચી તેલ ગરમ કરી તેમા રાઈ, અડદની દાળ, ચણા ની દાળ નાખવી પછી હીંગ, આદુ લસણની પેસ્ટ, સુકૂ લાલ મરચું, કઢી પતા અને લીલુ મરચું નાખીને સાતળવુ. હવે તેમાં ડુંગળી નાખી 1 મીનીટ સાતળો ત્યાર બાદ તેમાં ગાજર અને કેપ્સિકમ નાખી 2 મીનીટ ચડવા દો. ત્યાર બાદ તેમા બાફેલા વટાણા અને બીન્સ નાખી તેમાં મીઠું અને હળદર નાખી બરાબર મિક્સ કરી લેવાનુ.
- 3
હવે બાફેલી વરમેસેલી નાખી ધીમે ધીમે બધુ બરાબર મિક્સ કરવુ બધુ બરાબર મિક્સ થઈ જાય પછી ગેસ બંધ કરી કોથમીર અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરવુ. તો તૈયાર છે વરમેસેલી ઊપમા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9134397








ટિપ્પણીઓ