વેજ. રવા અપમ
#ટિફિન લંચ બોક્સ માટે પરફેક્ટ નાસ્તો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા માં ૨ ચમચી દહીં નાખી ૧૦ મિનીટ પલાળી લો. રવા પલડે ત્યાં સુધી કેપ્સિકમ, ડુંગળી, ગાજર ચીલી કટર માં ક્રશ કરી લો. ૧૦ મિનીટ પછી ક્રશ કરેલા વેજિટેબલ ઉમેરી સ્વાદ અનુસાર મીઠું નાખી પાણી ની મદદ થી ખીરું ત્યાર કરો
- 2
છેલ્લે ખીરા માં ૧/૨ નાની ચમચી બેકિંગ સોડા એડ કરો અને વ્યવસ્થિત ખીરું એક જ તરફ હળવો.ખીરું તૈયાર કર્યા બાદ અપમ પેન ગેસ પર ગરમ કરવા મૂકો. પછી પેન માં દરેક મોલ્ડ માં થોડુ તેલ મૂકો. અને બે બે દાણા રાઈ મૂકો.
- 3
રાઈ તતડે એટલે ખીરું દરેક મોલ્ડ માં નાખો. ૨_૩ મિનીટ પછી આપમ ફેરવી લો અને તેને પણ ૨_૩ મિનીટ ચડવા દો. આ સાથે આપડા અપમ લંચ બોક્સ માટે રેડી.😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9393879













ટિપ્પણીઓ