મેથીયા ચણા કેરી
રાંધવાની સૂચનાઓ
- 1
એક કેરી ને ખમણી નાખો બાકીની કેરી ના કટકા કરી તેમાં મીઠું અને હલ્દી પાવડર,ખાટ્ટું પાણી નાખી ને ૧ કલાક રહેવા દ્યો
- 2
મેથી અને ચણા ને અલગ અલગ ૭ -૮ કલાક પલાળો
- 3
કટકાને એક કપડાં પર કોરા કરો
- 4
મસાલો બનાવા માટે ;;
એક મોટી થાળી માં પહેલા રાય ના કુરિયા ને ગોલાકાર માં પાથરો તેના પછી મેથી ના કુરિયા,હલ્દી પાવડર,આખા તીખા,તલ,વરિયાળી અને મીઠું પાથરો તેની ઉપર ગરમ તેલ નો વધાર નાખો પછી તેની ઉપર જાળી પડી જશે પછી તેને ઢાંકી ને રાખી મુકો - 5
મસાલો ઠંડો થઇ ગયા પછી જ લાલ મરચું તીખું કરવું હોય તે મુજબ નાખવું
- 6
એક કડાઈ માં તેલ મૂકી ચણા ને સાંતળો
- 7
કેરી ના કટકા,,મેથી કોરા થઇ પછી તેમાં ચણા અને મસાલો મિક્સ કરવો અને તેમાં કેરી ખમણેલી કેરી પણ મિક્સ કરો
- 8
જરૂર મુજબ તેલ ગરમ કરીને નાખવું
- 9
એક બોટલ માં બધું મિક્સ કરી ને ભરવું
- 10
પછી તેમાં અથાણાં માં ગરમ તેલ કરી ને નાખો
- 11
ફ્રીઝ માં મુકવાથી અથાણું આખુંવર્ષ સરસ રહે છે
- 12
પુરી,થેપલા સાથે ખુબજ સરસ લાગે છે
- 13
આભાર
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ