અંગૂરી રસમલાઈ

#દૂધ
મીઠાઈઓમાં રસમલાઈ સહુ કોઈને પસંદ આવે છે. જો તમને કંઇક વિશેષ બનાવવું છે, તો તમે આ મીઠાઈ બનાવી શકો છો.
અંગૂરી રસમલાઈ
#દૂધ
મીઠાઈઓમાં રસમલાઈ સહુ કોઈને પસંદ આવે છે. જો તમને કંઇક વિશેષ બનાવવું છે, તો તમે આ મીઠાઈ બનાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
અંગૂર માટે:
દૂધને ગરમ કરી, ઊભરો આવે એટલે ઉતારી લો.
લીંબુનો રસ દૂધમાં મિકસ કરો.
જેથી દૂધ અને પાણી છૂટા પડશે.
તેને કપડામાં ગાળી લો હવે ચોખ્ખા પાણી ને પનીર ઉપર રેડી લો જેથી ખટાશ નિકળી જાય. - 2
હવે પનીર ની પોટલી બનાઈ 30-35 મિનિટ મૂકી રાખો જેથી પાણી નિતારી જાય.
પનીર તૈયાર છે. - 3
પનીર ને મસળી તેના એકદમ નાના લૂઆ કરો.
હવે એક વાસણમાં પાણી અને ખાંડ ઉમેરો.
ખાંડ ઓગળે એટલે કેસર ઉમેરો.
હવે પનીર ના ગોળા ચાસણીમાં ઉમેરો.
15 મિનિટ માં ગોળા ફૂલી જશે - 4
ગેસ બંધ કરો.
તેમાં ગુલાબનું એસેન્સ નાંખો.
અંગૂર તૈયાર છે તેને ઠંડા કરો. - 5
દૂધ બનાવવા:
પેનમાં દૂધ ઉકાળવા મૂકો.
જ્યારે દૂધ ઉકાળવા નું શરૂ થઈ જયારે ત્યારે 2-4 મિનિટના સમયાંતરે હલાવતા રહો.
કોનફલોર ને 1 ચમચી ઠંડા દૂધ માં અોગાળો.
તેને ઉકાળતા દૂધમાં નાંખો. - 6
કેસર વાળુ દૂધ નાંખો.
દૂધની માત્રા 1/4 જેટલી થાય ત્યાં સુધી ઉકાળો.
ખાંડ ઉમેરો અને મિકસ કરો.
એલચી પાવડર ઉમેરો.
હવે બનાવેલ અંગૂર ને ચાસણી માંથી નિતારી.
દૂધ માં નાંખો 5 મિનીટ માટે ઉકાળો.
ગેસ બંધ કરી ઠંડુ થવા દો તેને રેફ્રિજરેટ કરો. - 7
પીરસતી વખતે બાઉલ માં લઈ બદામ,પિસ્તા,ચાંદી વરક,કેસર થી સજાવો.
- 8
તૈયાર છે અંગૂરી રસમલાઈ
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ