દાળ પાનિયા

#જોડી દાળ-પાનીયા મધ્યપ્રદેશ માં ખૂબ જાણીતી ડિશ છે. જે સ્વાદિષ્ટ છે.મકાઈ નો લોટ બાંધી લંબગોળ આકાર આપી આંકડા ના પાન માં મૂકી શેકવા માં આવે છે દાળ-પાનીયા સાથે મેં લસણ ની લીલી અને લાલ ચટણી,છાશ,પાપડ,હલવા,સલાડ જોડે,ગરમ ઘી પિરસયું છે.
દાળ પાનિયા
#જોડી દાળ-પાનીયા મધ્યપ્રદેશ માં ખૂબ જાણીતી ડિશ છે. જે સ્વાદિષ્ટ છે.મકાઈ નો લોટ બાંધી લંબગોળ આકાર આપી આંકડા ના પાન માં મૂકી શેકવા માં આવે છે દાળ-પાનીયા સાથે મેં લસણ ની લીલી અને લાલ ચટણી,છાશ,પાપડ,હલવા,સલાડ જોડે,ગરમ ઘી પિરસયું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાનિયા બનાવવા:
મકાઈ ના લોટ માં ખાંડ, મીઠું સ્વાદમુજબ નાંખી દૂધ અને પાણી નાંખી સોફ્ટ કણક બાંધો
કણક ને સારી રીતે મસણો
હવે આંકડા ના પાંદડા ને સારી રીતે સાફ કરો
કણક માંથી આંકડા ના પાન ના કદના આધારે નાના લંબગોળ આકારના બોલ બનાવી બે પાન વચ્ચે મૂકો - 2
બાટી બનાવવા ના આેવન ને અથવા તંદૂર ને ગરમ કરી બધા કાચા પાનીયા આેવન માં મૂકો
મિડિયમ તાપ પર શેકો પાન બળી જવા આવે તેમ તેનો અર્થ છે કે પાનિયા તૈયાર છે
પાનિયા ઉપર થી પાન દૂર કરી ગરમ ઘીમાં થોડો સમય માટે મૂકો પાનીયા તૈયાર છે - 3
દાળ બનાવવા:
બધી દાળને ધોઈ લો દાળ માં મીઠું, હળદર નાખી કુકરમાં 2 સિટી લઈ રાંધો
પેનમાં ઘી ગરમ કરો
આદુ -લસણ સાંતળો
કાંદા નાખી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો
લીલું મરચુ નાંખો ટામેટા નાંખો સાંતળો
લાલ મરચા પાવડર, ધાણા પાવડર, મીઠું નાંખો મિક્સ કરો - 4
બાફેલી દાળ નાખી દો 1/4 કપ પાણી નાખો
લીંબૂ નો રસ નાંખો
5-6 મિનીટ ઉકાળો
હવે ગરમ મસાલો નાંખો ગેસ બંધ કરો - 5
દાળ સર્વ કરતા પહેલા:
પેનમાં ઘી ગરમ કરો તેમાં જીરૂ,આખુ લાલ મરચું,લાલ મરચું નાખો વઘારને દાળ પર નાખી દો કોથમીર નાખો તો તૈયાર છે દાળ પાનિયા ની દાળ
દાળ પાનિયા ને લસણ ની લીલી,લાલ ચટણી,છાશ,પાપડ,હલવા,સલાડ, ગરમ ઘી જોડે પિરસો
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ