ચાપડી તાવો

Lipti Kishan Ladani
Lipti Kishan Ladani @cook_17302450

#જોડી આ એક માતાજીના પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે

ચાપડી તાવો

#જોડી આ એક માતાજીના પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૪ વ્યક્તિ
  1. ચામડી ની સામગ્રી:-
  2. ૧. ઘવ નો કરકરો લોટ એક મોટું બાઉલ
  3. ૨. રવો એક નાની વાટકી
  4. ૩. 1 ચમચી આખું જીરું
  5. ૪.1 ચમચી સફેદ તલ
  6. ૫. મીઠું સ્વાદ અનુસાર
  7. ૬. મોણ માટે તેલ ૨ ચમચા
  8. ૭. પાણી લોટ બાંધવા માટે
  9. તાવા માટે ની સામગ્રી:-
  10. ૧. મીક્ષ શાકભાજી બાફેલા એક મોટું બાઉલ
  11. ૨.બટેટા, વટાણા, રીંગણ,દુધી,ચોરીદાણા, ગાજર, કેપ્સીકમ, ફણસી, ફ્લાવર,‍
  12. ૩.ટામેટા, ડુંગળી ની ગ્રેવી એક વાટકો
  13. ૪.આદુ મરચાં લસણ ની પેસ્ટ
  14. ૫.તેલ વઘાર માટે ૪ મોટા ચમચા
  15. ૬. વઘાર માટે,રાઈ, જીરું, હિંગ, તમાલપત્ર,કડીપતા, લવીંગ,બાદીયા,
  16. ૭. હડદર,લાલ મરચું પાવડર,ધાણા પાવડર, મીઠું,ગરમ મસાલો, ખાંડ ૧ ચમચી, ૨ ચમચી લીંબુનો રસ
  17. ૮. ગરમ પાણી ૩ ગ્લાસ
  18. ૯. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    ૧.ચાપડી બનાવવા માટે સૌપ્રથમ બાઉલમાં ઘવ નો કરકરો લોટ, રવા નો લોટ, આખુ જીરુ, તલ, મીઠું,તેલ, નાંખી બધું બરાબર મિક્સ કરો હવે પાણી નાખી લોટ બાંધવો થોડોક કઢણ રાખવો.

  2. 2

    ૨.હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય ત્યાં સુધીમાં ચાપડી બનાવી લો. હવે મીડીયમ ગેસ પર તેલ માં તળી લવી. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી.

  3. 3

    ૩.તાવો બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં, રાઈ,જીરું, હિંગ,ખડા મસાલા,કડી પતા નાખી.આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરવી ત્યારબાદ ડુંગળી ટામેટા ની પ્યુરી નાખો પછી ધીમે તાપે ચઢવા દો ત્યારબાદ તેમાં બાફેલા શાકભાજી નાખી,બધા મસાલા એડ કરવા, હડદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, મીઠું સ્વાદ અનુસાર, ગરમ મસાલો, લીંબુનો રસ, ખાંડ બધું બરાબર મિક્સ કરી લો ત્યારબાદ શાકભાજી કરતા ડબલ ગરમ પાણી નાખી ધીમા તાપે ચઢવા દો. ઉપર તેલ દેખાવા લાગે એટલે સમજવું કે ચડી ગયુંછે.

  4. 4

    હવે ઉપર લીલા ધાણા ભભરાવી સર્વ કરો.

  5. 5

    ખાવાની રીત,ચાપડી નો ભુક્કો કરી તેમાં તાવો નાખી મિકસ કરીને મસ્ત તાવા ચાપડી ની લીજ્જત માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Lipti Kishan Ladani
Lipti Kishan Ladani @cook_17302450
પર

Similar Recipes