રાજસ્થાની દાલ બાટી

#જોડી દાલબાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. જેને બનાવવી સાવ આસાન છે.
રાજસ્થાની દાલ બાટી
#જોડી દાલબાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. જેને બનાવવી સાવ આસાન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બાટી બનાવવા માટે:
* ઍક બાઉલમાં ઘઉં નો લોટ અને કકરો લોટ મિક્સ કરી મીઠું અને અજમો નાખો.
તેલ માં સોડા મિક્ષ કરી લોટ માં નાખી બરાબર મિક્ષ કરો.
નવસેકા પાણી ની મદદ થી ભાખરી ની કણક જેવી કણક તૈયાર કરો. - 2
20 મિનિટ માટે કણક ને ઢાંકી રાખો, જેથી કણક ફુલી ને તૈયાર થઈ જાય.
20 મિનિટ પછી, તેલ વાળા હાથ થી કણક મસળી ને મુલાયમ્ કરો
કણક ના મધ્યમ કદના ગોળા બનાવો.
બાટી ના ઓવન ને ગરમ કરો. - 3
ઓવન ગરમ થાય એટલે બાટી ઉપર તેલ લગાવીને બાટી ને ઓવન ના કુકર ની જાળી ઉપર મુકો
હવે ધીમા તાપ થી શેકી લો
10-15 મિનિટ થશે શેકાતા
સેકાઈ જાય એટલે ઘી માં બાટી નાખી દો - 4
દાળ બનાવવા:
*બધી દાળ ધોઈ ને કુકર માં જરૂર મુજબ પાણી અને હળદર નાખી ને 2 સિટી વાગ્વા દો.
*લીલા મરચા,આદૂ,લસણ ને વાટી ને પેસ્ટ બનાવો
ડુંગળી ટામેટા ને ઝીણા સમારો
*એક ફ્રાયિંગ પેન માં તેલ ગરમ કરવા મૂકો.
હિંગ અને જીરું ઉમેરો.
*આખા લાલ મરચાં,તજપlન,લવિંગ, લીમડો ઉમેરી
તેમાં આદુ મરચા લસણ ને નાંખી સાંતળી લો
ત્યાર બાદ ડુંગળી નાંખો અને સાંતળો - 5
ટામેટા નાખો.ટામેટા ચઢે એટલે બધા મસાલા નાખી
જરૂર મુજબ પાણી નાખી બાફેલી દાળ નાખો
લીંબુ નો રસ નાખો
હવે ઉકાળી લો. - 6
દાળ બન્યા પછી કોથમીર નાખો.
દાળબાટી તૈયાર છે
તેને લસણ કોથમીર ની ચટણી,પાપડ,ડુંગળી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ