રીંગણા નો ઓરો અને બાજરાના રોટલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણા ઉપર સારી રીતે તેલ લગાવી વચ્ચેથી કાપો પાડી અને ગેસ પર ધીમી આંચે શેકી લો પછી ઠંડા પડે એટલે ઉપરથી છાલ કાઢીને સારી રીતે મેશ કરી લો પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં બારીક સમારેલા ટામેટા બારીક સમારેલી ડુંગળી બારીક સમારેલું લસણ બધું નાખી સારી રીતે મિક્સ કરી પાંચ મિનિટ ધીમી આંચ ઉપર ચડવા દો
- 2
ડુંગળી ટામેટાં ચઢી ગયા પછી બધો મસાલો નાખી મેશ કરેલા રીંગણા નાખો ની સારી રીતે મિક્સ કરી મીડીયમ ફ્લેમ ઉપર પાંચ મિનિટ થવા દો પછી ગેસ બંધ કરી ઉપરથી બારીક સમારેલી કોથમીર નાખી રેડી છે રીગણા નો ઓરો
- 3
રોટલા બનાવવા માટે બાજરાનો લોટ લ્યો સ્વાદ પ્રમાણે મીઠું જરૂર મુજબ પાણી નાખીને લોટ રેડી કરો પછી હાથેથી ખૂબ મસળીને રોટલો બનાવો પછી તાવડી ઉપર રોટલા ને શેકી લો રેડી છે બાજરાનો રોટલો ગરમ ગરમ ઓળો અડદની દાળ છાશ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9623589







ટિપ્પણીઓ