દાલ ફ્રાય - જીરા રાઈસ

Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
Vadodara

#જોડી
દાલ ફ્રાય ને જીરા રાઈસ મારા ઘરે બધા ને ભાવે. કોઈ વાર જલ્દી હોય તો આ જ બનાવી દઉં જમવા માટે. બેવ વાનગીઓમાં મારો થોડો ટચ આપીયો છે .
આમ તો દાલ ફ્રાય મસૂર ની દાળ માંથી બનાવાય પણ મૈં તુવેર ની દાળ નો ઉપીયોગ કરિયો છે. જીરા રાઈસ માં પણ થોડો અલગ વઘાર છે.

#goldenapron
#post18

દાલ ફ્રાય - જીરા રાઈસ

#જોડી
દાલ ફ્રાય ને જીરા રાઈસ મારા ઘરે બધા ને ભાવે. કોઈ વાર જલ્દી હોય તો આ જ બનાવી દઉં જમવા માટે. બેવ વાનગીઓમાં મારો થોડો ટચ આપીયો છે .
આમ તો દાલ ફ્રાય મસૂર ની દાળ માંથી બનાવાય પણ મૈં તુવેર ની દાળ નો ઉપીયોગ કરિયો છે. જીરા રાઈસ માં પણ થોડો અલગ વઘાર છે.

#goldenapron
#post18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
3 સર્વિંગ્સ
  1. દાલ ફ્રાય માટે:
  2. 1&1/2 કપ બાફેલી તુવેર ની દાળ
  3. વઘાર માટે-
  4. 1મોટી ચમચી તેલ
  5. 1મોટી ચમચી ઘી
  6. 1/2નાની ચમચી રાઇ
  7. 1/2નાની ચમચી જીરું
  8. 1/4નાની ચમચી મેથી દાણા
  9. લાલ ગ્રેવી માટે-
  10. 1નાની ચમચી તૈયાર લસણ ની ચટણી
  11. 1ડુંગળી સમારેલી
  12. 1ટામેટું સમારેલું
  13. 1/2નાની ચમચી સૂંઠ પાવડર
  14. સૂકા મસાલા-
  15. 1/4નાની ચમચી હિંગ
  16. 1/2નાની ચમચી હળદર પાવડર
  17. 1&1/2 નાની ચમચી લાલ મરચું પાવડર
  18. 1નાની ચમચી ગરમ મસાલો પાવડર
  19. સ્વાદ પ્રમાણે મીઠું
  20. 1/2મોટી ચમચી લીંબુનો રસ
  21. ગાર્નિશ માટે-
  22. જીણી સમારેલી કોથમીર
  23. જીરા રાઈસ માટે:
  24. 2મોટી ચમચી તેલ
  25. 2મોટી ચમચી ઘી
  26. 2નાની ચમચી જીરું
  27. 1/2નાની ચમચી રાઇ
  28. 1લીલું મરચું ટુકડા કરેલું
  29. 4-5કાળા મરી ના દાણા
  30. ચપટી હિંગ
  31. સ્વાદ પ્રમાણે મીઠું
  32. 1કપ બાસમતી ચોખા ધોઇલા
  33. પાણી જરૂર મુજબ
  34. ગાર્નિશ માટે-
  35. જીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    દાલ ફ્રાય માટે: એક વાસણમાં તેલ અને ઘી ગરમ કરી એમાં રાઇ, જીરું ને મેથી ઉમેરી દો.

  2. 2

    રાઇ તતળે એટલી વારમાં લાલ ગ્રેવી મિક્સચર માં પીસી લો.

  3. 3

    રાઇ તતળે પછી એમાં તૈયાર કરેલી લાલ ગ્રેવી ઉમેરી દો ને બરાબર સાંતળો.

  4. 4

    પછી એમાં બાફેલી દાળ ઉમેરી માપસર પાણી નાખી દો અને બધા સૂકા મસાલા નાંખીને થોડી વાર માટે ઉકળવા દો.

  5. 5

    લીંબુ નો રસ નાંખી ને રહેવા દો, પીરસવા પેહલા સમારેલી કોથમીર ભભરાવો.

  6. 6

    જીરા રાઈસ માટે: એક નોન-સ્ટીક પેન માં તેલ અને ઘી મૂકી ગરમ કરો. રાઇ, જીરું ને મરચું ઉમેરી દો. રાઇ તતળે એટલે ધોઇલા બાસમતી ચોખા ઉમેરી દો.

  7. 7

    હવે ગૅસ નો ફૂલ તાપ કરીને ચોખા ને શેલૉ ફ્રાય કરો જ્યાં સુધી ચોખા કડક ના થઇ જાય.

  8. 8

    હવે 1 & 1/2 કપ પાણી ઉમેરી દો અને ધીમા તાપે ચડવા દો.

  9. 9

    ચોખા બરાબર ચડી જાય એટલે ગૅસ બંધ કરી દો. પીરસવા પેહલા સમારેલી કોથમીર નાખીને સર્વ કરો.

  10. 10

    તૈયાર દાલ ફ્રાય ને જીરા રાઈસ ને સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
પર
Vadodara
love to cook...my Facebook page - https://www.facebook.com/kreativekreation08/
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
મને બહુ ભાવે તેથી બનાવું છું

Similar Recipes