રાંધવાની સૂચનાઓ
- 1
મૂઠીયા બનાવવા ની રીત
1. મેથીની ભાજીને સમારીને, ધોઈને ચળણીમાં કાઢો. તેમાં મીઠું નાખી મસળી અને પાણી કાઢી નાખો, આનાથી કડવાશ જતી રહેશે.
2. હવે ચણાના જાડા લોટમાં ઘૌંનો જાડો લોટ, થોડો રવો, મીઠું, અર્ધી ચમચી મરચું, અર્ધી ચમચી હળદર, અર્ધી ચમચી ધાણાજીરું, ૧ ચમચી ખાંડ નાખો. તેમાં વધારે મોણ નાખો.આ ભાજી લોટમાં નાખી લોટને કણક
રેડી મૂઠિયાં વાળી ગરમ તેલમાં ક્રીસ્પી થાય ત્યાં સુધી તળો. - 2
ઊંધીયુ બનાવવાની રીત :
સૌ પ્રથમ બટાકા, શક્કરિયા અને કંદને છોલી, ધોઈ લૂછી, ટુકડા કરો અને ત્રણેય ચીજને તેલમાં નાખી તળી નાખો.
- 3
કોથમીરને ઝીણી સમારી ધોઈને થાળીમાં મૂકો. તેમાં વાટેલું આદુ, વાટેલાં મરચાં નાખો. તલ, કોપરાની છીણ, વાટેલું લસણ, ખાંડ, મીઠું અને ધાણાજીરું નાખો. બધુ ભેગુ કરીને મસાલો તૈયાર કરો.
- 4
રવૈયાને ધોઈને બે તરફથી કાપા કરો. વાટેલા આદુ-મરચાં, કોથમીર, ખાંડ, મીઠું, ધાણાજીરું, સહેજ સાજીના ફૂલ, ગરમ મસાલો, તલ ભેગાં કરી બનાવેલ મસાલો રવૈયામાં ભરો. લીલવા પણ વાટીને નાખી શકાય.
- 5
હવે એક કૂકરમાં વધારે તેલ મૂકીને તેમાં આખાં લાલ મરચાં, અજમો, મરચું, હળદર નાંખી રવૈયા નાખો.સાથે કોથમીરમાં નાખેલા મસાલા માં ગરમ મસાલો નાખો અને તળેલા બટાકા, શક્કરિયાં, રતાળુ નાખી મીક્સ કરો, પછી પાપડી, વાલના દાણા (optional) અને લીલવા નાખવા.થોડું મીઠું,પાપડીયો ખાર અને સાજીના ફૂલ પાણીમાં ઓગાળીને નાખવા.હવે તેને કૂકરમાં ત્રણ વ્હીસલ વગાડીને બાફી લો.
પછી તેમાં મૂઠિયાં નાંખી થોડુ પાણી નાંખી એક થી બે સીટી મારી લો. હવે ઊંધીયા ને એક બાઉલ માં કાઢી ઉંધિયા પર કોથમીર અને કોપરાની છીણ ભભરાવી ગરમ ગરમ પીરસો.. - 6
તો રેડી છે સુરતી ઉંધીયુ.
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ