ડીટિયા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણાં ના ડીટિયા આ રીતે કાપેલા હોવા જોઈએ અને આ કાપેલા ડીટિયા ne બરાબર ધોઈ ઉપયોગ માં લેવાં
- 2
સૌ પ્રથમ ટામેટા ની ગ્રેવી કરેલી હોઈ એટલુંજ સામું પાણી ઉમેરી ગેસ પર ઉકાળવા મૂકવું. ગ્રેવી પાછી એટલીજ થઈ જાય ત્યાં સુધી ઉકાળવી. આ રીતે ગ્રેવી રેડી કરવી.
- 3
ત્યારબાદ એક પેન માં તેલ મૂકી. તેલ આવે એટલે જીરું મૂકવું. તે સંતળાય પછી ડુંગળી ની પેસ્ટ સાંતળવી એકદમ ઘેરો રંગ થાય ત્યાં સુધી.
- 4
ત્યારબાદ આદું લસણ મરચા ની પેસ્ટ સાંતળવી. ચડી જાય એટલે હળદર, મરચું પાવડર અને મીઠુ ઉમેરવું અને મિક્સ કરવું
- 5
ત્યારબાદ ટામેટા ની રેડી કરેલ ગ્રેવી ઉમેરી મિક્સ થાય એટલું કૂક કરવું અને કોથમીર ઉમેરવી અને કાજુ બદામ પાવડર ઉમેરી સહેજ પાણી ઉમેરી તેલ છૂટે ત્યાં સુધી ચડવા દેવું અને તેમાં રીગણા ના ડીટિયા રેડી કરેલા ઉમેરવા.
- 6
આ ડીટિયા ને ગ્રેવી માં જ થોડું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી પાકવા દેવા જેથી ગ્રેવી માં ડીટીયાનો ફ્લેવર આવી જાય અને ડીટીયામાં મસાલા ચડી જાય. લગભગ 15-20 જવો સમય ચડાવા માટે લાગશે વચ્ચે હલાવતા રેહવું જેથી પેન માં ગ્રેવી ચોંટી ના જાય. ડીટીયાને ચેક કરી પૂરું પાકી ગયા બાદ ગેસ બંધ કરવો. ડીટીયાનું શાક રેડી છે. જે રોટલા પરાઠા સાથે પીરસી શકાય(આમાં રીંગણાં પણ નાખી શકાય)
- 7
ડીટીયાના શાક સાથે ખીચડી, મસાલા રોટલો, પાપડ, છાસ, કચુંબર, ઘી ગોળ પીરસી શકાય.
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (8)