સુરતી ચીઝી લોચો

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા ની દાળ
  2. 1/3 કપઅડદ ની દળ
  3. 1/3 કપપૌવા
  4. 3 ચમચીવાટેલા આદુ મરચા
  5. 1 ચમચીહળદર
  6. 1/4 ચમચીહિંગ
  7. સ્વાદાનુસાર નમક
  8. 1/4 ચમચીટાટરી
  9. 3 ચમચીતેલ
  10. 1 ચમચીઇનો
  11. કોથમીર
  12. ચીઝ
  13. લોચો મસાલો બનાવવા માટે:
  14. 1 ચમચીલાલ મરચું
  15. 1 ચમચીચાટ મસાલો
  16. 1/2 ચમચીજીરું પાવડર
  17. 1/2 ચમચીકાલી મરી પાવડર
  18. 1/2 ચમચીસંચર
  19. સ્વાદાનુસાર નમક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બન્ને દાળ ને ભેગી કરી 4 થી 5 કલાક સુધી પાણી માં પલાળી રાખો. પૌવા ને 15 મિનિટ પાણી માં પલાળી રાખો.

  2. 2

    હવે દાળ માંથી પાણી કાઢી તેને મિક્સર માં પીસી લો. પૌવા ને પણ મિક્સરમાં પીસી લો.

  3. 3

    પીસેલા દાળ અને પૌવા ને મિક્સ કરી તેમાં નમક,હળદર, હિંગ, ટાટરી, આદુ મરચા અને તેલ નાખી મિક્સ કરી ખીરું તૈયાર કરો.

  4. 4

    હવે આ ખીરા માં ઇનો નાખી મિક્સ કરી તેને ગ્રીસ કરેલી થાળી માં નાખી તેની ઉપર લોચો મસાલો ભભરાવી 15 થી 20 મિનિટ માટે વરાળ માં બાફી લો.

  5. 5

    હવે સરવિંગ પ્લેટ માં ગરમ ગરમ લોચો નાખી તેની ઉપર લોચો મસાલો, કોથમીર અને ચીઝ નાખી સર્વ કરો.

  6. 6

    લોચો મસાલો બનાવવા માટે બધી સામગ્રી ને ભેગી કરીને મિક્સ કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvashi Belani
Urvashi Belani @urvashi_belani
પર
Mandsaur (M.P)
cooking is my passion...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes