પાલક ચના ટિક્કી

પાલક ચના ટિક્કી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં પાણી ગરમ કરવા મૂકી દઈએ તેમાં અડધી ચમચી મીઠું નાખી દેવું જેથી પાલક નો કલર સરસ જળવાઈ રહે. ત્યારબાદ તેમાં પાલકના પતા ઉમેરી ૫ મિનિટ રહેવા દેવા. હવે પાલકની પેસ્ટ બનાવી લેવી.
- 2
બધા મસાલા રેડી કરી લેવા. હવે એક મિક્સર માં આદુ મરચા ની પેસ્ટ બનાવી લેવી. ત્યારબાદ ચણાને ક્રશ કરી લેવા.
- 3
હવે એક બાઉલમાં ક્રશ કરેલા ચણા, અડધી વાટકી જેટલો બ્રેડનો ભૂકો, પાલકની પેસ્ટ અને અડધી વાટકી જેટલું ખમણેલું પનીર નાખી બધું સારી રીતે મિક્સ કરી લેવું ત્યારબાદ તેમાં અડધી ચમચી લસણની પેસ્ટ અને અડધી ચમચી સંચળ પાવડર તેમજ એક ચમચી લીંબુનો રસ ઉમેરી દેવો.
- 4
બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે એમાંથી ટિક્કી તૈયાર કરવી. તેમાં વચ્ચે ખાડો પાડીને ચીઝ ક્યુબ રાખી બરાબર ટિક્કી બનાવી લેવી. હવે આ ટીકીને બ્રેડના ભૂકામાં રગદોળી લેવી.
- 5
એક પેનમાં થોડું તેલ મૂકી ને ટિક્કી બંને બાજુ શેલો ફ્રાય કરી લેવી. તો તૈયાર છે એકદમ હેલ્થી પાલક ચણા ટિક્કી...
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ