વેજ. જાલ ફ્રેઝી

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#goldenapron
22nd week recipe
પંજાબી સબ્જી છે જેમાં મિક્સ વેજીટેબલ અને પનીર ને ગ્રેવી માં બનાવ્યું છે. રોટી, પરાઠા કે નાન સાથે સર્વ કરવામાં આવે છે. ખુબ જ ટેસ્ટી લાગે છે.

વેજ. જાલ ફ્રેઝી

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron
22nd week recipe
પંજાબી સબ્જી છે જેમાં મિક્સ વેજીટેબલ અને પનીર ને ગ્રેવી માં બનાવ્યું છે. રોટી, પરાઠા કે નાન સાથે સર્વ કરવામાં આવે છે. ખુબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 વ્યક્તિ
  1. ગ્રેવી માટે
  2. 2ચમચા તેલ
  3. 2ડુંગળી
  4. ૨ ટામેટાં
  5. ૬ થી ૭ કળી લસણ
  6. ૨ ટુકડા આદુ
  7. 1 ચમચીઆખા ધાણા
  8. 2સૂકા લાલ મરચા
  9. 1/2 ચમચીહળદર
  10. 1 ચમચીલાલમરચું
  11. 1 ચમચીધાણા જીરું
  12. 1 ચમચીગરમ મસાલો
  13. મીઠું સ્વાદાનુસાર
  14. સબ્જી બનાવવા માટે
  15. 200 ગ્રામપનીર ટુકડા
  16. 1ડુંગળી લાંબી સમારેલી
  17. 1કેપ્સીકમ લાંબુ સમારેલું
  18. 1ગાજર લાંબી સમારેલી
  19. 6-8ફણસી લાંબી સમારેલી
  20. 4-5બેબી કોર્ન
  21. 1/2 કપવટાણા
  22. 4-5 ચમચીતેલ
  23. 1 ચમચીગરમ મસાલો
  24. 1 ચમચીલાલ મરચું
  25. કોથમીર
  26. 3 ચમચીમલાઈ કે ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગ્રેવી માટે તેલ ગરમ કરી ડુંગળી, ટામેટાં, લસણ, આદુ અને આખા મસાલા, પાવડર મસાલા અને મીઠું શેકી લેવા. અને સહેજ ઠંડુ થાય એટલે તેની ગ્રેવી બનાવી લેવી.

  2. 2

    બધા શાક સમારી લેવા. ગાજર, ફણસી, બેબી કોર્ન ને વરાળે બાફી લેવું. કડાઈ મા તેલ મૂકી તેમાં ડુંગળી સાંતળવી. ત્યારબાદ તેમાં કેપ્સીકમ, વટાણા,પનીર અને બાફેલા શાક નાખી કુક કરવું.

  3. 3

    બધા મસાલા અને મીઠું નાખી સરખું મિક્સ કરવું. ગ્રેવી માં થોડું મીઠું નાખેલું છે એ પ્રમાણ માં અહીંયા પણ સહેજ ઓછું મીઠું નાખવાનું. હવે ગ્રેવી નાખી ને સહેજ પાણી નાખી દેવું. અને ઢાંકી ને ૩ મિનિટ કુક કરવું

  4. 4

    કોથમીર અને મલાઈ નાખી દેવી.ગરમ ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes