રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ચણા ના લોટ માં છાશ અને પાણી મીઠું અને હળદર નાખી ને મીક્ષ કરવું કરી અને પાતળું ખીરું તૈયાર કરવું અને 10મીનીટ માટે સાઇડ માં મૂકવું
- 2
પીઝા સોસ માટે એક કડાઇ માં તેલ ગરમ કરી તેમાં લસણ અને ડુંગળી સાંતળવા 5મીનીટ માટે પછી બાફેલા ટામેટા ના કટકા ઉમેરી એમાં ટામેટા કેચઅપ, ટામેટા ની પેસ્ટ, મીઠું સ્વાદ મુજબ ખાંડ, ઓરગાનો, અને ચીલીફલેકસ ઉમેરી 10ઢાંકીને થવા દો તૈયાર છે પીઝા સોસ
- 3
પીઝા સ્ટફિંગ માટે કડાઇ માં તેલ ગરમ કરી કેપ્સીકમ, ડુંગળી, ટામેટા ને ફૂલ આંચ પર સાંતળવું અને એમાં મીઠું સ્વાદ મુજબ ઓરગાનો, ચીલીફલેકસ ઉમેરી ઉમેરી ઠંડુ કરવું
- 4
એક કડાઇ માં બેસન નું ખીરું નાંખી ને ગેસ પર ધીમી આંચ પર મુકી ને સતત હલાવ્યા કરવું વચ્ચે ચેક કરવું ખાંડવી થઇ ક નહિ 15મીનીટ હલાવવું તૈયાર છે ખાંડવી
- 5
પ્લાસ્ટીક કે થાળીમાં અંદર બહાર બન્ને સાઇડ તૈયાર થયેલ ખાંડવી લગાવી 5મીનીટ રાખવી
- 6
તૈયાર થયેલ ખાંડવી પર પીઝા સોસ લગાવી તેના પર સ્ટફિંગ મૂકી અને ચીઝ પાથરી પછી ખાંડવી ના રોલ કરવા તૈયાર છે પીઝા ખાંડવી
- 7
આભાર
- 8
અલ્પના ભટ્ટ
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ