મેક્સિકન ટાકોઝ

મેક્સિકન ટાકોઝ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજમાં અગાઉ થી પલાળી રાખો અને સવારે તેને બાફી લો
- 2
એક વાસણમાં બને લોટ નાખી તેલનું મોણ નાખી સાધારણ મીઠું, જીરું, હળદર પાવડર નાખીને મિક્સ કરો અને સામાન્ય કડક લોટ બાંધવો
- 3
એક વાસણમાં તેલ ગરમ કરો તેમાં ટાકોઝ રોટી કાચી પાકી તળી લો તેના મોલ્ડ વડે વચ્ચે થી વાળી લો અને તળીને બાજુ પર મૂકી દો
- 4
એક પેનમાં તેલ ગરમ કરો તેમાં કાંદા ઝીણા સમારેલા લસણ ની પેસ્ટ ઉમેરો અને સાંતળો પછી તેમાં ટમેટા પ્યુરી નાખો અને ટમેટા કેચઅપ મીઠું સ્વાદ અનુસાર મરી પાવડર મેળવવા હવે તેમાં બાફેલા રાજમા છૂંદો કરી તેમાં ઉમેરો બધું મીક્સ કરો અને પાંચ મિનિટ હલાવતાં રહો ત્યાર બાદ તેને ઠંડુ કરવા મુકો
- 5
તૈયાર ટાકોઝ રોટી મા સ્ટફીગ રાજમાં નો મસાલો પાથરી દો ઉપર ટમેટા ના ટુકડા,લીલી ડુંગળી ઝીણી સમારેલી, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ભભરાવો દળેલી ખાંડ નાખી સાલસા કેચઅપ, ચીલી સોસ અને ચીઝ નાખી સર્વ કરો તૈયાર છે મેક્સિકન ટાકોઝ કેવો સ્વાદ છે?
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ