સાબુદાણા સ્ટીક
રાંધવાની સૂચનાઓ
- 1
રાત્રે પલાળેલા સાબુદાણા ને સવારે એક બાઉલ મા છુટ્ટા પાડી લો.બાફેલા બટાકા ની છાલ ઉતારી ને એક બાઉલ મા લો.
- 2
પછી બટાકા ને હલકા હાથે માવો કરી લો.
- 3
પછી તેમા ધાણા, સિંધવ મીઠું,જીરુ,મરી પાવડર, આદુ મરચાં ની પેસ્ટ, ખાંડ, નાખી ને મિક્સ કરો.
- 4
પછી તેમા સાબુદાણા નાખી ને હલકા હાથે મિક્સ કરો.છેલલા સીંગદાણા નો ભુક્કો નાખી ને મિક્સ કરી લો.
- 5
બધુ સરસ મીક્સ થઈ જાય એટલે થોડુ તેલ હાથ મા લઇ ને.
- 6
લમગોળ આકાર ની સ્ટીક તૈયાર કરી લો.
- 7
પછી નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરી ને એક એક સટીક તળવા માટે નાખો.ધીમા તાપે તળવી.
- 8
સરસ બા્ઉન કલર ની તળાઇ જાય એટલે તેને ગરમ ગરમ દહીં સાથે સર્વ કરો.
- 9
તો તૈયાર છે સાબુદાણા ની સ્ટીક એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ. ઉપવાસ માટે બેસ્ટ 🙏🙏🙏
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11626028














ટિપ્પણીઓ