પૌવા બટેટા
#goldenapron3
#week 11
[POTATO] & [POHA]
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા લઈને અને એની છાલ ઉતારી અને નાના નાના કટકા કરી લો પછી ધોઈ નાખો.
- 2
હવે બીજી બાજુ પૌવા લઈને ને ધોઈને સાઈડમાં રાખી દો જ્યાં સુધી એ કોરા થઈ જાય ત્યાં સુધી એને સાઈડમાં રાખી દેવા
- 3
હવે બીજી બાજુ ટમેટા, દાડમ, મરચાં અને કોથમીર બધું ધોઈ અને સુધારીને સાઈડમાં રાખી દો અલગ અલગ બાઉલમાં રાખજો અને જો આ ન હોય તો પણ ચાલે પણ હોય તો વધારે સારું.
- 4
હવે એક લોયામાં તેલ ગરમ કરો અને તેલ ગરમ થઈ ગયા બાદ એમાં રાઈ જીરું અને હિંગ નાખી વઘાર કરો. વઘાર માટે લીમડો, તમાલ પત્ર અને સૂકું મરચું ના હોય તો પણ ચાલશે.વઘાર થઈ ગયા બાદ એની અંદર બટેટા ઉમેરો.
- 5
હવે એ બટેટા ની અંદર હળદર,મીઠું અને ખાંડ નાખી દો
- 6
હવે એને હલાવી અને એના માટે એક છીબુ ઢાંકી દેવો અને ધીમા ગેસે બટેટાને ચડવા મૂકી દો થોડીકવાર પછી બટેટા ચડી જશે. અંદાજે પંદરથી વીસ મિનિટ માં ચડી જશે.
- 7
બીજી બાજુ પોવા છૂટા થઈ જાય પછી એની અંદર મરચાની ભૂકી અને ધાણાજીરું નાખો.
- 8
ધાણાજીરું નાખી દીધા બાદ એની અંદર મીઠું અને દળેલી ખાંડ નાખી અને પૌવા ને સરખા હલાવી નાખો.
- 9
હવે એની અંદર લીંબુનો રસ નાખો અને પાછા પૌવા સરખા હલાવી નાખો પછી તેને ગેસ પર જે બટેટા છે એની અંદર નાખવા.
- 10
હવે પૌવા બટેટા ની અંદર ઉમેરી લીધા બાદ ગેસ થી દસ મિનિટ ચાલુ રાખો એટલે બધા મસાલા એક સરખા એકબીજામાં ચડી જાય.
- 11
પૌવા ને સર્વ કરતા પહેલા સેવ, ટમેટા, કોથમીર,દાડમ,લીલા મરચાં ગાર્નીશ કરો અને જો આમાંથી કોઇ પણ ન હોય તો પણ ચાલશે પણ હોય તો વધારે સારું.
- 12
ઘણી વખત એવી ફરિયાદ આવતી હોય છે કે પૌવા બટેટા માં મસાલો સરખો ચડે નથી પૌવા એકદમ ભેગા થઈ ગયા છે પણ જો આ રીતે કરશો તો પૌવા બટેટા માં મસાલો ચડી જશે અને એકદમ છુટા જ થશે.
- 13
સર્વ કરવા માટે તૈયાર છે પૌવા બટેટા.
Keywords
Similar Recipes
More Recipes































ટિપ્પણીઓ