અમેરિકન એપલ પાઈ વિથ ઇન્સ્ટન્ટ વેનીલા આઈસ્ક્રીમ
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા માં મીઠું, બટર, ખાંડ ઉમેરી મિક્સ કરવું, ઠંડા પાણી થી કઠણ લોટ બાંધવો. ૩૦ મિનિટ માટે ફ્રીઝ માં ઢાંકી મૂકી દો. ઓવન ને ૧૮૦ ડિગ્રી પર પ્રી હિટ કરવા મૂકવું.લોટ કાઢી બે ભાગ કરી એક ભાગ માંથી રોટલો વણવો, બહુ જાડો કે પાતળો નહિ.. વેલણ ની મદદ થી રોટલા ને પાઈ પેન માં મૂકવો.આંગળી ની મદદ થી શેપ આપવો. ૧૦ મિનિટ ફ્રિઝ માં મૂકવું.
- 2
એક બાઉલ માં સફરજન, ખાંડ, બ્રાઉન ખાંડ,તજ પાઉડર, લીંબુ નો રસ,બટર, લોટ ઉમેરી મિક્સ કરી લેવું. બનાવેલું સ્ટફિંગ પાઈ પેન માં રોટલા ની વચ્ચે મૂકવું.
- 3
લોટ ના બીજા ભાગ ને વણી લઈ સ્ટ્રીપ્સ કટ કરવી, પાઈ ના ટોપ પર સ્ટ્રીપ્સ ગોઠવવી,કિનારી દબાવી દો, દૂધ થી બ્રશીંગ કરવું. પ્રિ હિટ કરેલ ઓવન માં ૧૮૦ ડિગ્રી પર ૬૦ મિનિટ માટે બેક કરી લેવી..બહાર લઈ ઠંડી પડે પછી અન મોલ્ડ કરવી.
- 4
ઇન્સ્ટન્ટ વેનીલા આઈસ્ક્રીમ માટે, એક બાઉલ માં વ્હીપ ક્રીમ, વેનીલા એસેન્સ, કન્ડેન્સ્ડ મિલ્ક લઈ, બીટર થી બીટ કરી લેવું..સર્વ કરવા માટે, પાઈ નો પીસ કટ કરી ઉપર આઈસ્ક્રીમ મૂકી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (2)