અમૃતસરી પનીર ભુરજી
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા પનીર નો ભુક્કો કરી લેવો.હવે એક કડાઈમાં બટર નાંખીને ગેસ પર ગરમ કરવા મૂકો.હવે તેમા બટર નાખો બટર ઓગળે એટલે ચણાનો લોટ નાખીને ધીમા તાપે શેકો શેકાઈ જાય એટલે તેમાં મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો નાખી શેકો.
- 2
શેકાઈ જાય એટલે તેમાં થોડુ પાણી ઉમેરી ને જાડી પેસ્ટ તૈયાર કરી સાઇડ પર મૂકી દો.
- 3
હવે સબ્જી બનાવવા માટે એક લોખંડ ની કઢાઈમાં ઘી નાખીને ને સુક્કા મરચાં અને તમાલ પત્ર નાખી જીરુ એડ કરો.જીરુ ફુટે એટલે તેમાં આદુ અને મરચા ની કતરણ નાખી ને ધીમા તાપે શેકો.
- 4
શેકાઈ જાય એટલે તેમાં ડુંગળી ના ટુકડા નાખી સાંતળો.પછી ટામેટા ની સ્લાઈસ નાખી ને સાતળો.
- 5
ટામેટા ની સ્લાઈસ ને ચમચા ની મદદથી ટુકડા કરતા જાવો અને સાતળતા જાવ બધુ એકરસ શેકાઈ જાય ઘી છુટું પડે એટલે બનાવેલ ચણા ના લોટ ની પેસ્ટ ઉમેરવી.
- 6
અને થોડુ પાણી ઉમેરી મિક્સ કરી ને ઉકળવા દો ૧મીનીટ માટે.પછી છેલ્લા તેમાં પનીર નો ભુક્કો નાખી મિક્સ કરી લો.
- 7
તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી પનીર ભુરજી સબ્જી તેને ગરમ ગરમ ફૂલકા રોટલી સાથે સર્વ કરો 🙏
Keywords
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ (10)