મસાલા ઈડલી અને સંભાર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૩ વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ. બધું મિક્સ કરી તેમને કરકરું દળી લો. વહેલી સવારે તેમાં છાશ નાખી અને આથો નાખી દો
- 2
હવે રાત્રે તે ફૂલી અને આથો આવી ગયો છે. તે મિશ્રણમાં નીમક અને સાજીના ફૂલ નાખી બરાબર મિક્સ કરી લો.. હવે ઈડલીના સ્ટેન્ડ લો તેમા તેલ લગાવો.. તેના પર મરચાંનો ભૂકો કોથમરી અને મરચાં નાખો. ઢાંકણ ઢાંકી વરાળ પર ચઢવા દો. તૈયાર છે મસાલા ઈડલી..
- 3
એક વાસણમાં તુવેરની મગની અડદની મસૂરની અને ચણાની દાળ લો.. બરાબર ધોઈ અને તેને કૂકરમાં બાફવા મૂકો. ત્યાર બાદ એક વાસણમાં ટામેટા ડુંગળી મરચાં ધાણા ભાજી ના બારીક ટુકડા કરો.
- 4
ટામેટા ડુંગળી લસણ મરચાં બધા ઝીણા સમારેલા પણ વઘાર મૂકી શકાય અને એમ ન ગમે તો મિક્સર ના ઝાર મા આ બધા ની ગ્રેવી પણ કરી શકાય છે
- 5
હવે એક પેનમાં તેમાં ચાર ચમચી તેલ મૂકો. તેમાં તૈયાર કરેલી ગ્રેવી નો વઘાર કરો.ત્યારબાદ તેમાં બધા મસાલા એટલે કે હળદર મીઠું ચટણી ધાણાજીરું અને ગરમ મસાલો તથા કિચન કિંગ મસાલો ઉમેરો. સ્વાદ મુજબ લીંબુ નીચોવી શકાય છે
- 6
હવે બરાબર મિક્સ કરી તેને ઉકળવા દો. તૈયાર છે આપણું ગરમા ગરમ સાંભાર.. બાળકો તથા વડીલોને ઇડલી સંભાર નો સ્વાદ ખૂબ જ પસંદ છે.. તો ગરમાગરમ સર્વ કરો મસાલા ઈડલી સંભાર...
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ