ઈડિયાપમ(idiyappam racipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા એક તપેલી અથવા કઢાઈમાં એક ગ્લાસ પાણી ઉમેરી ને ગેસ પર ઉકાળવા મુકો.અને થોડુ મીઠુ અને ઘી નાખો.
- 2
પાણી ઉકળે એટલે તેમાં ચોખા નો લોટ નાખી ને મિક્સ કરી દો અને સતત મિક્સ કરતા રહો.થોડો લોટ જામવા લાગે એટલે ગેસ બંધ કરી દો.
- 3
હવે લોટ થોડો ઠંડો પડે એટલે સેવ પાડવાના સંચામાં થોડુ તેલ લગાવી ને લોટ ના લુવા પર તેલ ચોપડી ને લમગોળ આકાર આપી ને સંચા મા નાખી દો.
- 4
હવે ઈડલી ના સ્ટેન્ડ મા થોડુ તેલ લગાવી દો.અને સંચા ને ફીટ આટા મારી બંધ કરી દો.
- 5
હવે ઇડલી ના ગોળ સાઉન્ડ મા સેવ પાડી ને તૈયાર કરી લો.અને એક મોટી તપેલીમાં થોડું પાણી નાખી ગરમ થવા મૂકી દો.
- 6
પાણી ઉકળે એટલે તપેલીમાં સ્ટેન્ડ ને મૂકી ને સટીમ બફાવા મૂકો અને ફીટ ઢાકી દો ૧૦ મીનીટ માટે.
- 7
૧૦ મીનીટ પછી સેવ બફાઈ જાય એટલે થોડી ઠંડી થવા દો.
- 8
તૈયાર છે સ્વાદિષ્ટ ઈડીયાપમ જે કેરેલા નુ સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે.તેને દાળ અને ચટણી સાથે સર્વ કરો 🙏👏
Keywords
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ (4)