રાઈસ કટલેટ વિથ ટેંગી ડીપ (Rice Cutlets with tangy dip Recipe in Gujarati)

#મોમ એક દિવસ ભાત વધ્યા હતા ત્યારે મે આ કટલેટ બનાવી હતી, બનાવી રહી હતી ત્યારે મારી દીકરી કહે મને નહી ભાવે આ..મે કહ્યુ એક વાર ટેસ્ટ કરજે , ભાવે તો ખાજે નહિતર તારા માટે બીજું કઈ બનાવીશ..બન્યા પછી એણે ટેસ્ટ કર્યું અને ખૂબ જ ભાવ્યું...હવે તો એ ઘણી વાર એવું કહે મમ્માં ભાત વધારે બનાવજે, પછી સાંજે પેલી મને ભાવિ તી એ કટલેટ બનાવજે...

રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મેંદો + કોર્ન ફ્લોર + મીઠું + મરી પાવડર લઈ મિક્સ કરો, પાણી એડ કરી સ્લરી તૈયાર કરી લો.બીજા વાસણ માં રાંધેલા ભાત લઈ એને મસળી સ્મૂધ કરી દેવા.
- 2
હવે એમાં બાફેલા બટાકા, વટાણા, કેપ્સીકમ સમારેલા, કાજુ ના પીસ, કોથમીર સમારેલી, ફુદીના ના પાન સમારેલા, મીઠું સ્વાદાનુસાર, લાલ મરચું, આમચૂર પાઉડર, મરી પાવડર, ગરમ મસાલો, ધાણાજીરૂ, અને બાઈન્ડિન્ગ માટે બ્રેડ નો ભૂકો જરૂર મુજબ ઉમેરી બધું જ બરાબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. ગમતા આકાર ની કટલેટ વાળી, બનાવેલ સ્લરી માં ડીપ કરી, બ્રેડ ના ભૂકા થી કોટ કરી, ગરમ તેલ માં, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા..
- 3
ડીપ માટે એક બાઉલ માં મયોનીઝ + ટોમેટો કેચઅપ લઈ મિક્સ કરી ક્ટલેટ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)