લીલો માંડવી પાક (Mandavi pak recipe in Gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra
શેર કરો

ઘટકો

1:30 minutes
  1. 2 મોટા કપશેકેલી સિંગ નો કરકરો ભૂકો
  2. 1મોટો કપ ખાંડ
  3. 1મોટો કપ દૂધ
  4. 2ઈલાયચીનો પાવડર
  5. ૧/૨ કપ સૂકા નાળિયેરનો પાવડર
  6. 1 ચમચીગ્રીન ફુડ કલર સેક્સ

રાંધવાની સૂચનાઓ

1:30 minutes
  1. 1

    સૌપ્રથમ શીંગ ના દાણા ને શેકીને ફોતરા કાઢી કર કરો મિક્સર જારમાં દળી લો

  2. 2

    આ કરકરા ભૂકાને બે ભાગમાં વહેંચી લો

  3. 3

    એક નોન સ્ટિક પેનમાં અડધો કપ ખાંડ અને ખાંડ ડુબે એટલું જ દૂધ (૧/૨કપ) એડ કરો અને એલચીનો ભૂકો પણ એડ કરી દો ને ફાસ્ટ ગેસ પર સતત હલાવો

  4. 4

    પછી તેમાં ગ્રીન કલર એડ કરી હલાવો

  5. 5

    હવે ગેસ લો કરીને ચાસણી ચેક કરો થોડો થોડો એક તાર દેખાય એટલે સીંગનો ભૂકો એડ કરી હલાવો અને ગેસ બંધ કરી થોડીવાર સતત હલાવ્યા જ કરો

  6. 6

    ઠંડુ થાય એટલે કઠણ થવા લાગશે અને તેને એક પ્લાસ્ટિકની કોથળી પર ઘી લગાવી ગોળ ગોળ રોલ બનાવી લો

  7. 7

    આ રોલને ફ્રીજમાં અડધો કલાક માટે સેટ કરો

  8. 8

    ફરીથી એક નોનસ્ટીક પેન ની અંદર અડધો કપ ખાંડ દૂધ એડ કરી ને ફાસ્ટ ગેસ કરી અડધા તારા જેવી ચાસણી આવે એટલે તેની અંદર શીંગ નો ભૂકો અને ટોપરા નો ભૂકો એડ કરો

  9. 9

    સતત હલાવો અને ગેસ મીડીયમ કરી સાતથી આઠ મિનિટ હલાવો પછી ગેસ બંધ કરીને ઠરવા દો

  10. 10

    હવે આ સફેદ ભાગને થોડો લાડવા જેટલો ગોળો લઇ પ્લાસ્ટિકની કોથળી ની મદદથીચોરસ શેપ માં અડધા ઇંચ જેટલી વણી લો

  11. 11

    ત્યારબાદ તેની અંદર સેટ કરેલો ગ્રીન રોલ મૂકીને પ્લાસ્ટિકની કોથળી ની મદદથી ગોળ ગોળ ફીટ રોલ બનાવી લો.

  12. 12

    પછી તેના એક ઇંચ જેટલા knife ની મદદથી સર્કલ કટ કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

ટિપ્પણીઓ (8)

Similar Recipes