મેજીકસ કૂકીઝ આઈસ્ક્રીમ (cookies icecream recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા ઠંડા દૂધમાં આઈસ્ક્રીમ બનાવવા નો પાવડર નાખી ને મિક્સ કરી લો.
- 2
દૂધ મા પાવડર મિક્સ થઈ જાય એટલે ૫૦૦ ગા્મ દૂધ એક તપેલીમાં ગરમ કરો ઉભરો આવે એટલે પાવડર વાળુ દૂધ તેમા ઉમેરી ને ઉકળવા દો.એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી.પછી તેમા ખાંડ ઉમેરી ને મિક્સ કરી લો. અને ગેસ બંધ કરીને.એકદમ ઠંડુ થવા દો.
- 3
અને તેમા વેનીલા એસેનસ ઉમેરી મિક્સ કરી એક એલ્યુમિનિયમ ની તપેલી માં કાઢી ને ફી્ઝર મા જામવા માટે મૂકી દો.
- 4
૬ કલાક મા જામી જાય એટલે એક મોટી તપેલીમાં કાઢી ને થોડુક ઓગળી જાય એટલે બીટર મશીન થી ૫ મીનીટ માટે બીટ કરો.
- 5
બીટ કર્યા પછી આઈસ્ક્રીમ એકદમ હલ્કો ફૂલવા લાગે એટલે તેમાં મલાઈ ઉમેરીને ફરીથી બીટ કરો.એટલે ૫૦૦ ગા્મ દૂધ નો ૨ લીટર આઈસ્ક્રીમ ની કોનટીટી થઈ જશે. છેલ્લા તેમા મેજીકસ કૂકીઝ નો ભુક્કો નાખી મિક્સ કરી લો.
- 6
હવે આઈસ્ક્રીમ બીટ થઈ ગયા પછી કૂકીઝ નો ભુક્કો નાખી મિક્સ કરી ને એક પ્લાસ્ટિક ના ચોરસ એરટાઈટ ડબ્બા મા ભરી ને તેની ઉપર કૂકીઝ ના ટુકડા નાખી ગાર્નિશ કરો.
- 7
પછી તેના પર પ્લાસ્ટિકની બેગ કવર કરી લો એટલે આઈસ્ક્રીમ પર બરફના જામે.હવે તેને ઢાકણ ઢાકી ને ફિ્ઝર મા જામવા માટે મૂકી દો.
- 8
૬ કલાક પછી આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે.તો તૈયાર છે એકદમ કિ્મી અને સોફ્ટ મેજીકસ કૂકીઝ આઈસ્ક્રીમ જે ગરમી ની સીઝન મા સવૅ કરવા ની મજા પડે.....🙏🙏👏તેના પર લાલ જેલી અને ઓરયો કૂકીઝ થી ગાર્નિશ કરવુ,,,,
Keywords
Similar Recipes
More Recipes


























ટિપ્પણીઓ (16)