ગળી રોટલી(વેઢમી) (Sweet roti Recipe In Gujarati)
આ એક ટ્રેડિશનલ ડીશ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન અથવા કડાઈમાં 1કપ તુવેરની બાફેલી દાળ લઈશું તેનું બધું પાણી બાળી લેવુ
- 2
હવે પછી બધું પાણી બાળી લીધા પછી તેમાં 3ટેબલ સ્પૂન ઝીણો સમારેલો ગોળ ઉમેરો.
- 3
હવે પછી ગોળ થોડો ઓગળવા લાગે પછી તેમાં 2 ટેબલ સ્પૂન ખાન્ડ ઉમેરી તેને થોડી થોડી વાર માં હલાવતા રહો જયાં સુધી તે 20-25 મિનિટ મિશ્રણ ઘટ્ટ ના થાય ત્યાં સુધી.
- 4
હવે પછી તેમાં 1ટી સ્પૂન ઈલાયચી પાવડર અને 1ટી સ્પૂન જાયફળ પાવડર ઉમેરી ગેસ ને બંધ કરી ઠંડુ થવા દો
- 5
હવે આપણે ગળી રોટલી નો લોટ બાંધી લઈશું
- 6
હવે આપણે એક પરાત અથવા બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ લઈશું.
- 7
હવે પછી તેમાં 1ટેબલ સ્પૂન મોણ માટે તેલ ઉમેરી શું તે બને વસ્તુઓને ભેળવી લો.
- 8
હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી લોટ ને બાંધી લઈશું. ત્યારબાદ તેને 10-15 મિનિટ સુધી રેસ્ટ કરવા દઇશું. ત્યારબાદ તેને કેળવી લઈશું.
- 9
હવે આપણે બાધેલા લોટ માંથી એક લુઆ લઈ થોડું વળી લો.
- 10
હવે પછી આપણે તેમાં તૈયાર કરેલું દાળ નું સ્ટફિંગ 2 ટી સ્પૂન જેટલું ઉમેરી તેને અંગુઠા ની મદદ થી બંધ કરી લઈ લુઉ વાળી લઈશું.
- 11
હવે પછી આપણે તેની હલકા હાથે સ્ટફિંગ બહાર ન આવે તેવી રીતે વળી લો.
- 12
હવે પછી વળેલી રોટલી ને ગરમ કરેલી તવી પર 1ટી સ્પૂન જેટલું તેલ લગાવી બરાબર શેકી લો.
- 13
હવે તેના ઉપર 1 ટી સ્પૂન જેટલું ઘી લગાવી કઢી સાથે સર્વ કરો ગરમાગરમ ગળી રોટલી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (3)