ઘઉં ના લોટ ના વેજ ચીઝ ઢોસા (Wheat vegetable cheese dosa recipe in gujarati)

ઘઉં ના લોટ ના વેજ ચીઝ ઢોસા (Wheat vegetable cheese dosa recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ને એક તપેલી માં લો અને તેમાં રવો મિક્સ કરો
- 2
લોટ માં દહીં, મીઠું ઉમેરી તેને ચલાવતા રહો
- 3
લોટ માં પાણી ઉમેરો અને ધીમે ધીમે ચલાવતા રહો અને તેમાં બેકિંગ પાવડર ઉમેરો.
- 4
ખીરા માં થોડું થોડું પાણી ઉમેરો અને ખીરું બનાવો અને તેને 15 થી20 મિનિટ સુધી રહેવા દો
- 5
તેલ માં ચણા દાળ, રાઈ, લાલ મરચું અને લીમડા ના પાન મૂકી તેમાં ડુંગળી અને કોબી વઘારો. અને હળદર અને મીઠું ઉમેરી થોડી વાર સુધી ઢાંકી દો
- 6
બટેટા નો માવો ઉમેરો અને કોથમીર ભભરાવો અને મસાલો બનાવો. આ રીતે ખીરું અને મસાલો તૈયાર
- 7
નોનસ્ટિક તવા પાર એક ચમચો ખીરું પાથરો
- 8
ઢોસો પાથરો અને તેલ લગાવો.
- 9
ઢોસા ને એક તરફ ધીમા તાપે કરકરું બદામી રંગ નું થવા દો પછી તેના પર મસાલો પાથરો
- 10
ઢોસા પર મસાલો, ટામેટા, કેપ્સિકમ, ડુંગળી અને ચીઝ અને કોથમીર ભભરાવો અને તેને ફોલ્ડ કરો
- 11
ક્રિસ્પી વેજીટેબલ ચીઝી ઢોસા ને ચટણી સાથે પીરસો.ટોમેટો સોસ પણ સરસ લાગે છે
Top Search in
Keywords
Similar Recipes
More Recipes




































ટિપ્પણીઓ (5)