ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લાડવા નો લોટ,તેલ અને હૂંફાળું પાણી લઈને લોટ બાંધી લો. ત્યારબાદ તેના નાના નાના મુઠીયા વાળી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.
- 2
તેલ ગરમ થાય એટલે મુઠીયા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. મુઠીયા થોડા ઠંડા થાય એટલે તેના નાના ટુકડા કરી મિક્સરમાં ક્રશ કરી લો. અને તેને એક બાઉલમાં લઈ લો. હવે એક કડાઈમાં ઘી લો ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરો લો
- 3
ત્યારબાદ ગોળ ઓગળી જાય અને પરપોટા ત્યા સુધી હલાવતા રહો હવે તેને મૂઠિયાંના મિશ્રણમાં ઉમેરી તેમાં ઈલાયચી પાઉડર જાયફળનો ભૂકો સૂકી દ્નાક્ષ નાખી હલાવતા રહો. મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે તેના નાના નાના લાડુ વાળી લો. અને તેને ઉપરથી ખસખસ લગાડી લો.
- 4
તો તૈયાર છે ગોળના ચૂરમાના લાડુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12662443




ટિપ્પણીઓ (8)