ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩૦૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ
  2. ૩૦૦ ગ્રામ ગોળ
  3. ૩૦૦ ગ્રામ ઘી
  4. ૧૫૦ ગ્રામ તેલ
  5. ઇલાયચી પાઉડર
  6. સૂકી દ્રાક્ષ
  7. જાયફળ નો ભૂકો
  8. ખસખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લાડવા નો લોટ,તેલ અને હૂંફાળું પાણી લઈને લોટ બાંધી લો. ત્યારબાદ તેના નાના નાના મુઠીયા વાળી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.

  2. 2

    તેલ ગરમ થાય એટલે મુઠીયા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. મુઠીયા થોડા ઠંડા થાય એટલે તેના નાના ટુકડા કરી મિક્સરમાં ક્રશ કરી લો. અને તેને એક બાઉલમાં લઈ લો. હવે એક કડાઈમાં ઘી લો ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરો લો

  3. 3

    ત્યારબાદ ગોળ ઓગળી જાય અને પરપોટા ત્યા સુધી હલાવતા રહો હવે તેને મૂઠિયાંના મિશ્રણમાં ઉમેરી તેમાં ઈલાયચી પાઉડર જાયફળનો ભૂકો સૂકી દ્નાક્ષ નાખી હલાવતા રહો. મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે તેના નાના નાના લાડુ વાળી લો. અને તેને ઉપરથી ખસખસ લગાડી લો.

  4. 4

    તો તૈયાર છે ગોળના ચૂરમાના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર

Similar Recipes