ફાફડા

#સ્નેક્સ
મિત્રો આપણે ફાફડા અને જલેબી કાયમ ખાતા હોઈએ છીએ તો ચાલો આજે આપણે ફાફડાની રેસીપી જોઈને જાતે બનાવતા શીખીએ
ફાફડા
#સ્નેક્સ
મિત્રો આપણે ફાફડા અને જલેબી કાયમ ખાતા હોઈએ છીએ તો ચાલો આજે આપણે ફાફડાની રેસીપી જોઈને જાતે બનાવતા શીખીએ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં 1 કપ ચણાનો લોટ લો હવે તેમાં મીઠું તેલ હળદર હિંગ ખાવાનો સોડા નાખી બરાબર મિક્સ કરો હવે તેમાં બે-ત્રણ ચમચી પાણી રેડતા જાવ અને લોટ બાંધતા જાવ બહુ કઠણ પણ નહી અને બહુ ઢીલો પણ નહીં તેવો લોટ બાંધો લોટને બરાબર મિક્સ કરો હવે તેમાં અજમો એડ કરો
- 2
હવે આ લોટને બરાબર મસળીને એકદમ સ્મૂધ તૈયાર કરો મસળવા માટે કિચનના પ્લેટફોર્મ નો યુસ કરો હવે જરા તેલ લઇ લોટને બરાબર સરખો મસળી લો હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો
- 3
લોટમાંથી એક નાનો અને લાંબો લૂઓ તૈયાર કરો આલુઆને રોટલી કરવાની પાટલી પર લઈ એકસાઇડ દબાવી હથેળીની મદદથી ધીરે થી ઘસીને લાંબા ફાફડા તૈયાર કરો હવે તેને ચપ્પુની મદદથી ઉખેડીને ગરમ તેલમાં બંને બાજુ તળી લો
- 4
તેની સાથે મરચા પણ તળી લો
- 5
હવે તેને સમારેલી ડુંગળી, બેસન ની કઢી જેવી ચટણી અને લીલા તળેલા મરચા સાથે ગરમા ગરમ સર્વ કરો
- 6
તો તૈયાર છે આપણા બજાર જેવા ફાફડા
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (5)