વેજીટેબલ ફ્રેન્કી (vegetable frankie Recipe In Gujarati)

#આલુ
આ બાળકોનાં લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. બર્થ ડે યા કીટી પાર્ટી માં પણ સર્વ કરી શકાય. ખાવાં માં ટેસ્ટી લાગે છે ને જલ્દી બની જાય છે.
વેજીટેબલ ફ્રેન્કી (vegetable frankie Recipe In Gujarati)
#આલુ
આ બાળકોનાં લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. બર્થ ડે યા કીટી પાર્ટી માં પણ સર્વ કરી શકાય. ખાવાં માં ટેસ્ટી લાગે છે ને જલ્દી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફ્રેન્કી મસાલો બનાવા માટે, ગરમ,ચાટ મસાલો, રેડ ચીલી પાઉડર, જીરા પાઉડર, ધાણાજીરુ ને મરી પાઉડર નાખી મીકસ કરી લેવું. મેંદો, ઘઉ નો લોટ, મીઠું, તેલ ને પાણી નાખી રોટલી નો કણક બાંધો.
- 2
એને ભીનું કપડું મુકીને રેસ્ટ કરવા મૂકો ને ફ્રેન્કી મસાલો બનાવા ગેસ પર એક પેનમાં તેલ નાખી તેમાં આદુ ને લીલા મરચાં સાંતળો. લસણ નાખવું હોય તો અહીં જ નાખી દો. ગેસ મીડીયમ ફ્લેમ પર રાખો. પછી હળદર,લાલ મરચું, ધાણાજીરુ ને સ્મેશ કરેલા બટાકા નાખી મીકસ કરી લો. પછી ફ્રેન્કી મસાલો બનેવ્યો છે તે નાંખો. મીઠું જોઈએ તે પ્રમાણે નાખો ને કોથમીર નાંખી ને ડીશમાં કાઢીને ઠંડુ થવા દો.
- 3
પછી ચીલી પીક્લસ બનાવા વીનેગર,લીલા મરચાં ને મીઠું નાખી મીકસ કરી ને એક કલાક રાખો. પછી રોટલી કાચીપાકી.બનાવી લી. બટેટા ઠંડા પડે એટલે ટીકી બનાવી ને નોન સ્ટીક પર તેલ મૂકી ને સેલોફ્રાય કરો. ડુંગળી, કોબી ને કેપ્સીકમ લાબા પતલા કાપી લો.તમારે જે વેજીટેબલ નાખવા હોય તે નાખો. કોથમીર ની લીલી ને લસણની લાલ ચટણી બનાવી લો.
- 4
નોન સ્ટીક ગરમ કરોને બટર ને થોડું તેલ મૂકી ને રોટલી હલકી શેખી લો. પછી એસેમ્બલ કરી લો. રોટલીની કીનારી ઉપર લીલી ચટણી, લાલ ચટણી, કેચપ ઓપ્શનલ છે. તેના પર આલુ ની ટીકી ને ઉપર ડુંગળી, કોબી,કેપ્સીકમ ઉપર થોડી લાલ ચટણી ને ફ્રેન્કી મસાલો, ને ચીલી પીકલસ ને ચીઝ નાંખી રોટલી નો રોલ કરો ટાઈટ કરવો. પછી કેચપ ને ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (6)